ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCI આજે વન ડે વર્લ્ડ કપ 2023 માટે પોતાની ટીમની જાહેરાત કરી શકે છે.જેના માટે BCCIની બેઠક શ્રીલંકાના કેન્ડી શહેરમાં યોજાશે તે પછી, BCCI ભારતીય સમય અનુસાર બપોરે 1.30 વાગ્યે તેની ટીમની જાહેરાત કરી શકે.
વર્લ્ડ કપ 2023 આ વર્ષે 5મી ઓક્ટોબરથી શરૂ થવાનો છે જેનું આયોજન ભારત કરશે.ટુર્નામેન્ટની ફાઈનલ 19 નવેમ્બરે રમાશે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ ICC અનુસાર,તમામ 10 દેશોએ 5 સપ્ટેમ્બર સુધીમાં વર્લ્ડ કપ માટે તેમની ટીમો જાહેર કરવાની છે.આ સ્થિતિમાં આજે ટીમો જાહેર કરવાની છેલ્લી તારીખ છે. પરંતુ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ BCCI એ આજે જ પોતાની ટીમની જાહેરાત કરવાનો નિર્ણય લીધો છે.
નોંધનીય છે કે એશિયા કપ પછી અને વર્લ્ડ કપ પહેલા,ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે 3 મેચની વનડે શ્રેણી રમવાની છે.આ સિરીઝ 27 સપ્ટેમ્બરે પૂરી થશે.આ સીરીઝ BCCI માટે પોતાની ટીમને ટેસ્ટ કરવાની સારી તક હશે.જ્યારે બીજા જ દિવસે એટલે કે 28મી સપ્ટેમ્બર ટીમમાં ફેરફારની છેલ્લી તારીખ હશે.આવી સ્થિતિમાં BCCI ઓસ્ટ્રેલિયા સીરીઝ બાદ ટીમમાં ફેરફાર પણ કરી શકે છે.
વર્લ્ડ કપ 2023 માટે ભારતની સંભવિત ટીમ
ટીમનું નેતૃત્વ રોહિત શર્મા કરશે.તાજેતરના સમયમાં તેના શાનદાર પ્રદર્શન બાદ ઈશાન કિશનને પણ ટીમમાં સ્થાન મળ્યું છે.રોહિત શર્મા સિવાય બેટિંગની જવાબદારી શુભમન ગિલ,વિરાટ કોહલી,શ્રેયસ અય્યર અને સૂર્યકુમાર યાદવના ખભા પર રહેશે.તો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા,અક્ષર પટેલ અને શાર્દુલ ઠાકુરને પણ ટીમમાં સ્થાન મળ્યું છે.ઝડપી બોલિંગ માટે જસપ્રિત બુમરાહ,મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજને જગ્યા આપી,સાથે જ સ્પિનર કુલદીપ યાદવનો પણ ટીમમાં સમાવેશ થયો છે.કે.એલ.રાહુલ પણ ફિટ છે અને વર્લ્ડ કપનો ભાગ બનશે. સત્તાવાર જાહેરાતની રાહ જોવાઈ રહી છે.
વર્લ્ડ કપ 2023 માટે ભારતની સંભવિત ટીમ
રોહિત શર્મા (કેપ્ટન),
હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન),
શુભમન ગિલ,વિરાટ કોહલી,શ્રેયસ ઐયર,ઈશાન કિશન (વિકેટકીપર),સૂર્યકુમાર યાદવ,કે.એલ. રાહુલ (વિકેટકીપર), જસપ્રિત બુમરાહ,રવિન્દ્ર જાડેજા,શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ. કુલદીપ યાદવ, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજ.