એશિયા કપ 2023માં ગતરોજ ગુરૂવારના રોજ યોજાયેલ સેમિફાઈનલ મેચ પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે રમાઈ હતી.આ રોમાંચક મેચમાં શ્રીલંકાએ પાકિસ્તાનને પછાડી ફાઈનલમાં પ્રવેશ કર્યો છે.
છેલ્લા બોલે શ્રીલંકાનો બે વિકેટે વિજય થયો હતો.હવે 17 સપ્ટેમ્બરને રવિવારના રોજ ફાઈનલ મુકાબલો ભારત અને શ્રીલંકા વચ્ચે યોજાશે.પાકિસ્તાન મેચ હારી જતા એશિયા કપ 2023માંથી બહાર થઈ ગયુ છે.નોંધનિય છે કે એશિયા કપમાં ભારતે અત્યાર સુધીમા 7 વખત વિજય મેળ્યો છે.જ્યારે શ્રીલંકા 6 વાર એશિયા કપ જીત્યુ છે.ત્યારે ટક્કર બરાબરની જામવાની છે.
ભારત એક કપ વધુ જીત્યુ છે જે જમા પાસુ ગણાય જોકે સામે શ્રીલંકા હોમ ગ્રાઉન્ડ પર રમશે તે તેનુ જમા પાસુ હશે ત્યારે રવિવારે કોણ મેદાન મારે છે તેના પર ચાહકોની નજર છે.જોકે પાકિસ્તાન અને ભારત વચ્ચે મુકાબલો યોજાયો હોત તો વાત જુદી જ હોત.તેથી ક્રિકેટ પ્રેમિઓમાં થોડી નિરાશા જરૂર હશે.પરંતુ હવે સૌની નજર રવિવારની ફાઈનલ ટક્કર પર છે.ઉલ્લેખનિય છે કે આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ઔપચારીક મેચ રમાશે.જે ભારત માટે તો માત્ર પ્રેક્ટિસ મેચ હશે.પણ ભારતે જુસ્સો જાળવી રાખવા જીતવુ જરૂરી છે.