ગુજરાતમાં ચોરીની લૂટની ઘટના વધતી જતી વચ્ચે રાજ્યના પૂર્વ SP અને ભિલોડાના ધારાસભ્યના પી.સી.બરંડાના વાકટીંબા ગામના મકાનમાં લૂંટ થઈ હોવાનું સામે આવ્યું.તેમની પત્નીને બંધુક બતાવી ઇસમોએ લુંટ ચલાવી હોવાની ઘટનાને લઈ રાજ્યભરમાં ખળભળાટ મચી ગયો છે.ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.અરવલ્લીના SP સહિતનો પોલીસ કાફલો તપાસમાં આવ્યો છે.આ લૂંટની ઘટનામાં ડોગ સ્ક્વોડ અને એફએસએલની મદદ લેવાશે.