હાંગઝોઉ, ચીન ખાતે યોજાયેલ એશિયન ગેમ્સ 2023માં ભારતીય ખેલાડીઓએ વિવિધ સ્પર્ધામાં મેડલ જીતીને દેશને ગૌરવ અપાવ્યુ છે.
ભારતના મહિલા ખેલાડી શૂટર આશી ચૌકસેએ ભારતીય મહિલા ટીમ 10 મીટર એર રાઈફલમાં સિલ્વર મેડલ જીત્યો.તો બીજા તરફ લેખ રામ અને બાબુ લાલ યાદવની જોડીએ રોઇંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
એશિયન ગેમ્સમાં ભારતનો આ ત્રીજો અને રોઈંગમાં બીજો મેડલ છે.
બાબુ લાલ યાદવે જણાવ્યુ કે અમે ખૂબ જ ખુશ છીએ.આ મારો પહેલો આંતરરાષ્ટ્રીય મેડલ છે.મેં 2021 માં રોઇંગ શરૂ કર્યું,
તો લેખ રામે કહ્યુ કે અમે ખૂબ જ ખુશ છીએ.
અમે આ ઇવેન્ટ માટે 2-3 વર્ષથી પ્રેક્ટિસ કરી રહ્યા છીએ અને આજે અમારી મહેનત રંગ લાવી છે.હું મારા તમામ કોચ અને મારા પરિવારના સભ્યોને શ્રેય આપું છુ.
તો આ તરફ 10 મીટર એર રાઈફલમાં સિલ્વર મેડલ જીતનારી ભારતીય મહિલા ટીમ પર શૂટર આશી ચૌકસીએ કહ્યુ કે
આ અમારા માટે ખૂબ જ ગર્વની વાત છે તેથી અમે ખુશ છીએ.અમને વિશ્વાસ હતો કે અમે આ મેડલ મેળવીશું.એર રાઈફલ માટે આ મારો પહેલો મેડલ છે તેથી હું ખૂબ જ ખુશ છું