19મી એશિયન ગેમ્સમાં એશિયન ગેમ્સમાં ભારતની દબદબાભેર સુવર્ણ શરૂઆત થઈ છે.ગેમ્સના આજે બીજા દિવસે ભારતની શાનદાર શરૂઆત શાનદાર રહી.જેમાં ભારતના નામે થયો પ્રથમ ગોલ્ડ મેડલ.પુરુષોની 10 મીટર એર રાઈફલ ઈવેન્ટમાં ઐશ્વર્ય પ્રતાપ સિંહ તોમર,રુદ્રાંશ પાટીલ અને દિવ્યાંશ પંવારની ત્રિપુટીએ ગોલ્ડ જીત્યો આ સાથે આ ત્રણેય ખેલાડીઓએ ચીનની જ ધરતી પર બાકુ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ચીન દ્વારા બનાવેલા વર્લ્ડ રેકોર્ડને બ્રેક કર્યો.
તો રોઈંગમાં પણ પુરૂષોની ચાર ટીમે ભારત માટે બ્રોન્ઝ મેડલ મેળવ્યો.ભારતે અત્યાર સુધીમાં કુલ સાત મેડલ જીત્યા છે.
એશિયન ગેમ્સમાં ભારતે પહેલા દિવસે પાંચ મેડલ જીત્યા હતા.પહેલો મેડલ શૂટિંગમાં આવ્યો જ્યારે મેહુલી ઘોષ,આશી ચૌકસી અને રમિતાએ મહિલાઓની 10 મીટર એર રાઈફલ ટીમ ઈવેન્ટમાં સિલ્વર જીત્યો હતો.ત્યારબાદ રોઈંગમાં પણ ભારતે બે સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.બાદમાં રમિતા જિંદાલે મહિલાઓની 10 મીટર એર રાઈફલમાં ભારત માટે બ્રોન્ઝ જીત્યો હતો.