મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે 26/11ના આતંકી હુમલાના ગુનેગાર તહવ્વુર રાણા વિરુદ્ધ 405 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે. પાકિસ્તાની મૂળના કેનેડિયન નાગરિક સામે આ ચોથી પૂરક ચાર્જશીટ છે. તહવ્વુર વિરુદ્ધ UAPA અને વિસ્ફોટક ધારા હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. તહવ્વુર હાલ અમેરિકાની લોસ એન્જલસ જેલમાં બંધ છે. તહવ્વુરની અમેરિકામાં ધરપકડ કરવામાં આવી હતી. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે તેની ચાર્જશીટમાં તહવ્વુરના ઘણા રહસ્યો ખોલ્યા છે. ક્રાઈમ બ્રાન્ચે કહ્યું છે કે આતંકવાદી હુમલા પહેલા તહવ્વુર મુંબઈના પવઈની એક ફાઈવ સ્ટાર હોટલમાં રોકાયો હતો. ચાર્જશીટમાં પોલીસે તહવ્વુરના પાસપોર્ટ અને અન્ય દસ્તાવેજોની વિગતો આપી છે, જે તેણે હોટલમાં જમા કરાવ્યા હતા.
આ વર્ષે મે મહિનામાં અમેરિકી અદાલતે તહવ્વુર રાણાના ભારત પ્રત્યાર્પણને મંજૂરી આપી હતી. કહેવામાં આવી રહ્યું છે કે રાણાને ટૂંક સમયમાં જ ભારત લાવવામાં આવશે અને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. જણાવી દઈએ કે 2008માં મુંબઈમાં થયેલા આતંકી હુમલામાં કુલ 166 લોકો માર્યા ગયા હતા. આમાં 6 અમેરિકનો પણ સામેલ હતા. મુંબઈમાં લશ્કરના આતંકવાદીઓના 10થી વધુ સ્થળો પર હુમલા કરવામાં આવ્યા હતા. આ હુમલામાં તહવ્વુર પણ સામેલ હતો.
મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ચાર્જશીટમાં ઘણા રહસ્યો ખુલ્યા
મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે તેની ચાર્જશીટમાં તહવ્વુરના ઘણા રહસ્યો ખોલ્યા છે. ક્રાઈમ બ્રાન્ચે કહ્યું છે કે આતંકવાદી હુમલા પહેલા તહવ્વુર મુંબઈના પવઈની એક ફાઈવ સ્ટાર હોટલમાં રોકાયો હતો. ચાર્જશીટમાં પોલીસે તહવ્વુરના પાસપોર્ટ અને અન્ય દસ્તાવેજોની વિગતો આપી છે, જે તેણે હોટલમાં જમા કરાવ્યા હતા. હુમલાના 5 દિવસ પહેલા તહવ્વુર ભારત છોડી ગયો હતો.ત્યાંથી તે દુબઈ જવા રવાના થયો હતો. આ સિવાય ડેવિડ હેડલી દ્વારા તહુર રાણાને મોકલવામાં આવેલ મેઈલનો પણ ચાર્જશીટમાં ઉલ્લેખ છે. તમને જણાવી દઈએ કે મુંબઈ આતંકવાદી હુમલાનો માસ્ટરમાઈન્ડ ડેવિડ હેડલી હતો. તહવ્વુર રાણા હેડલીનો ખાસ મિત્ર હતો. રાણાએ જ આ આતંકવાદી હુમલામાં હેડલીની મદદ કરી હતી. હેડલીની 2009માં ધરપકડ કરવામાં આવી હતી અને તેને 35 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.
મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ચાર્જશીટમાં બીજું શું છે?
– તહવ્વુર રાણાએ ડેવિડ કોલમેન હેડલી સાથે મળીને મુંબઈ આતંકી હુમલાને અંજામ આપવા માટે માત્ર કાવતરું જ ઘડ્યુ ન હતું, પરંતુ તેને સફળ બનાવવા માટે તે સંપૂર્ણ રીતે સક્રિય પણ હતો.
– તહવ્વુર રાણાએ નકલી દસ્તાવેજો પર ભારતીય પ્રવાસી વિઝા મેળવવામાં હેડલીની મદદ કરી હતી.
– રાણાએ લશ્કરના આતંકવાદીઓને લોજિસ્ટિકલ સપોર્ટ પણ આપ્યો હતો.
– ક્રાઈમ બ્રાન્ચે તેની ચાર્જશીટમાં હેડલી દ્વારા રાણાને મોકલવામાં આવેલા ઈમેલનો પણ ઉલ્લેખ કર્યો છે. ઈમેલમાં હેડલીએ રાણા પાસે મેજર ઈકબાલનું ઈમેલ આઈડી માંગ્યું છે.
– મેજર ઈકબાલ આઈએસઆઈના ઓપરેટિવ છે, જેની ઓળખ 26/11ના આતંકી કાવતરામાં થઈ હતી.
– ચાર્જશીટમાં એ પણ ખુલાસો થયો છે કે તહવ્વુર અને હેડલી ભારતમાં કેવી રીતે પ્રવેશ્યા અને પછી આતંકવાદી હુમલો કર્યો.
– મુંબઈ આતંકવાદી હુમલા પહેલા રાણા અને હેડલી બંને ન્યૂયોર્કથી પાકિસ્તાન અને દુબઈથી પાકિસ્તાન સુધી સાથે ગયા હતા.