ઓખા નજીક દરિયામાંથી અવાર નવાર શંકાસ્પદ બોટ મળી આવે છે એમાં વધુ એક બોટ ઝળપી લેવામાં આવી છે એમાં 4 લોકોની અટકાયત કરવામાં આવી છે. જેમાં 3 ઈરાની નાગરિક અને 1 ભારતીય નાગરિકની અટકાયત કરી છે.
4 વ્યક્તિની એજન્સીઓ દ્વારા વધારે પુછ પરછ હાથ ધરવામાં આવી છે.તેમની પાસે એક સેટેલાઈટ ફોન પણ મળી આવ્યો છે.
ઈરાનની બોટથી ડીઝલની હેરાફેરી થતી હોવાની આશંકા છે
દેવભૂમિ દ્વારકાના ઓખા બંદરેથી ઈરાનની બોટ ઝડપાઈ છે. ઓખા નજીક દરિયામાંથી 4 લોકોની અટકાયત કરવામાં આવી છે. જેમાં 3 ઈરાની નાગરિક અને 1 ભારતીય નાગરિકની અટકાયત કરી છે. 4 વ્યક્તિની એજન્સીઓ દ્વારા સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
તેમની પાસે એક સેટેલાઈટ ફોન પણ મળી આવ્યો છે.
શંકાસ્પદ બોટમાંથી 15 જેટલા સંભવિત ડીઝલના કેન મળી આવ્યા છે. બોટમાં સવાર યુવક પોતાનો પાસપોર્ટ મેળવવા બોટ મારફતે ગુજરાત આવ્યાનો પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે. આ અંગે ATS એ વધુ તપાસ હાથ ધરી છે