અમદાવાદ શહેરના ઘુમા વિસ્તારમાં ઝવેરી ગ્રીન્સ નામની કન્ટ્રક્શન સાઈટ પર દુર્ઘટના ઘટી જેમાં નિર્માણા બિલ્ડિંગના બારમાં માળેથી પાલક તૂટતાં 3 શ્રમિકો નીચે પડતાં સારવાર માટે અર્થ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હોસ્પિટલમાં સારવાર બાદ ત્રણેય શ્રમિકોના મૃત્યુ નિપજ્યાં.ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે દોડી આવતા આ મામલે વધુ તપાસ હાથ ધરી.