ભારત-કેનેડા વિવાદ પર,યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકને કહ્યું અમે કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો દ્વારા કરવામાં આવેલા આરોપોથી ચિંતિત છીએ,અમે આ અંગે કેનેડા સાથે ગાઢ સંપર્કમાં છીએ.વધુમાં અમે ભારત સરકાર સાથે વાત કરી છે,અને તેમને તપાસમાં કેનેડા સાથે કામ કરવા વિનંતી કરી છે.મને ગઈકાલે વિદેશ મંત્રી ડૉ.એસ.જયશંકર સાથે મળવાની તક મળી હતી,જે દરમિયાન મેં પુનરોચ્ચાર કર્યો હતો કે જવાબદારોને જવાબદાર ઠેરવવા જોઈએ.અમને આશા છે કે કેનેડા અને ભારત આ મામલાને ઉકેલવા માટે સાથે મળીને કામ કરશે.