દિવસે ને દિવસે હાર્ટ એટેકના કિસ્સાઓ વધવા લાગી રહ્યા છે,રાજકોટમાં ઢેબર રોડ પર આવેલા ગોપાલનગરમાં રહેતા દિલીપભાઇ વાલજીભાઇ સોલંકી 55 વર્ષના આધેડ પોતાના ઘેર રાત્રિના સમયે અઢી વાગ્યાના સમયે બે ભાન હાલતમાં ઢળી પડયા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા સારવાર બાદ મૃત્યુ નીપજ્યું,આધેડના મોતથી પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ ગઈ.