એશિયન ગેમ્સનો આજે 14મો દિવસ છે.જેમાં ક્રિકેટ,કબડ્ડી,હોકી,તીરંદાજી અને કુસ્તીની મેચો ભારત માટે મહત્વની છે.ભારતે હાંગઝોઉ એશિયાડમાં ઐતિહાસિક પ્રદર્શન કર્યું છે.એશિયન ગેમ્સમાં આજે ભારતીય તીરંદાજોએ મેડલ જીતીને ધમાલ મચાવી છે.
ભારતની અદિતિ સ્વામીએ કમ્પાઉન્ડ તીરંદાજીમાં બ્રોન્ઝ જીત્યો હતો,તો જ્યોતિ વેન્નમે કમ્પાઉન્ડ તીરંદાજીમાં ગોલ્ડ જીત્યો
હાંગઝોઉ એશિયાડમાં ભારતે ઈતિહાસ રચ્યો છે.ભારતીય ખેલાડીઓ એક પછી એક મેડલ જીતી રહ્યા છે.આજે 7 ઓક્ટોબરે ભારત ક્રિકેટ,તીરંદાજી, કુસ્તી અને કબડ્ડીમાં ઐતિહાસિક પ્રદર્શન કરશે.ભારતવ ખાતામાં અત્યાર સુધીમાં 25 ગોલ્ડ,35 સિલ્વર અને 40 બ્રોન્ઝઃ આમ કુલ 100 મેડલ આવ્યા છે.
આ એડિશનમાં ભારતીય ટીમો 100થી વધુ મેડલના લક્ષ્ય સાથે તેના અગાઉના સર્વશ્રેષ્ઠને વટાવે તેવી અપેક્ષા છે.મહિલા શૂટિંગ ટીમે 24 સપ્ટેમ્બરે હાંગઝોઉમાં ભારત માટે મેડલનું ખાતું ખોલ્યું હતું.
ભારતીય ટીમોએ એશિયન ગેમ્સ 2023ની હાંગઝોઉમાં ભવ્ય શરૂઆત કરી છે.ભારતે તેનો પહેલો મેડલ 24 સપ્ટેમ્બરે જીત્યો હતો અને ત્યારથી જીતનો સિલસિલો યથાવત રહ્યો છે.
2018 એશિયન ગેમ્સમાં 570 ભારતીય ખેલાડીઓએ 70 મેડલ મેળવીને એશિયન ગેમ્સમાં સૌથી વધુ મેડલ મેળવવાનો રેકોર્ડ બનાવ્યો હતો.હવે આ એડિશનમાં ભારતીય ટીમોએ તેના અગાઉના સર્વશ્રેષ્ઠ ખેલાડીઓને પાછળ છોડી દીધા છે.હવે ભારત પાસે 100 મેડલ છે.અને હવે 100થી જીતવાના લક્ષ્યને હાંસલ કરવાનો પડકાર છે.મહિલા શૂટિંગ ટીમે 24 સપ્ટેમ્બરે હાંગઝોઉમાં ભારત માટે મેડલનું ખાતું ખોલ્યું હતું..