ઝારખંડની આઠ વર્ષ જૂના પ્રખ્યાત રાષ્ટ્રીય શૂટર તારા શાહદેવ કેસમાં વિશેષ CBI કોર્ટે સજાની જાહેરાત કરી છે,કોર્ટે મુખ્ય આરોપી રણજીત કોહલી ઉર્ફે રકીબુલને આજીવન કેદની સજા ફટકારી છે,રંજીતની માતા કૌશલ રાનીને 10 વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી છે,જ્યારે પૂર્વ અને બરતરફ હાઈકોર્ટના રજિસ્ટ્રાર મુસ્તાક અહેમદને 15 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે,કોર્ટે ત્રણેયને અલગ-અલગ કલમો હેઠળ દોષિત જાહેર કર્યા હતા,કોર્ટે ત્રણેયને 50 હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.