ઇઝરાયલ પર આતંકી સંગઠન હમાસનો હુમલા બાદ ઈઝરાયેલે યુદ્ધની જાહેરાત કરી છે. હમાસના આતંકવાદીઓ વિરુદ્ધ ‘ઓપરેશન આયર્ન સ્વોર્ડ્સ’ની જાહેરાત કરવામાં આવી છે. ઈઝરાયેલની વાયુસેનાએ પેલેસ્ટિનિયન આતંકવાદી સંગઠન હમાસને નિશાન બનાવીને ડઝનબંધ ફાઈટર પ્લેન વડે ગાઝા પટ્ટીમાં અનેક સ્થળો પર હુમલો કર્યો છે.ઈઝરાયેલના રક્ષા મંત્રીએકહ્યું કે આતંકવાદી સંગઠન હમાસે ઈઝરાયેલ વિરુદ્ધ યુદ્ધ શરૂ કર્યું છે. તેણે દાવો કર્યો હતો કે ઈઝરાયેલ આ યુદ્ધ જીતશે. તેલ અવીવમાં ઇઝરાયેલના સૈન્ય મુખ્યાલયમાં કેબિનેટની બેઠક બાદ સંરક્ષણ પ્રધાન યોવ ગાલાંટે ચેતવણી આપી હતી કે હમાસે આજે સવારે દક્ષિણ અને મધ્ય ઇઝરાયેલ પર રોકેટ હુમલા કરીને મોટી ભૂલ કરી છે.
ગાઝા અને ઇઝરાયેલ પર શાસન કરતા આતંકવાદી જૂથ હમાસ વચ્ચેના વર્ષોના સૌથી ગંભીર તણાવમાંના એકમાં,હમાસના બંદૂકધારીઓએ અનેક સ્થળોએ સરહદ પાર કરીને ઇઝરાયેલમાં પ્રવેશ કર્યો. “ઇઝરાયેલ આ યુદ્ધ જીતશે,” ગેલન્ટે કહ્યું.તે જ સમયે, ઇઝરાયેલી સેનાનું કહેવું છે કે તે ગાઝા પટ્ટીમાં કેટલાક ટાર્ગેટને નિશાન બનાવીને હુમલો કરી રહ્યું છે. આતંકવાદી જૂથ હમાસ દ્વારા ઇઝરાયેલ સામે નવા સૈન્ય અભિયાનની જાહેરાત કર્યા બાદ જેરુસલેમમાં હવાઈ હુમલાની ચેતવણીના સાયરન વગાડવામાં આવી છે. ઈઝરાયેલે રોકેટ વિરોધી પ્રણાલી તૈનાત કર્યા પછી ઓછામાં ઓછા ત્રણ વિસ્ફોટો સાંભળવામાં આવ્યા હતા.
આતંકી સંગઠન હમાસે ગાઝા પટ્ટીથી ઇઝરાયેલ વિરુદ્ધ ઓપરેશન અલ-અક્સા ફ્લડ શરૂ કરવાની જાહેરાત કરી છે. જેના પગલે હમાસે 20 મિનિટમાં 5000 જેટલા રોકેટ ઇઝરાયલ પર છોડ્યા છે. તેમજ હમાસના આતંકીઓ ઈઝરાયેલમાં હુમલા પણ કરી રહ્યા છે. જેમાં નિર્દોષ નાગરિકો પણ જીવ ગુમાવી રહ્યા છે.જ્યારે ઇઝરાયેલી સેનાએ ‘યુદ્ધ માટે તૈયારીની સ્થિતિ’ જાહેર કરી છે. ઇઝરાયેલી સેનાનું કહેવું છે કે તેણે “યુદ્ધ માટે તૈયારીની સ્થિતિ” જાહેર કરી છે.”છેલ્લા કલાકમાં, ગાઝાથી ઇઝરાયલી પ્રદેશમાં રોકેટ મારો કરવામાં આવ્યો છે થયો અને આતંકવાદીઓ વિવિધ સ્થળોએથી ઇઝરાયેલી વિસ્તારમાં ઘૂસી ગયા છે, ઇઝરાયેલી સેનાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે આ હુમલા પાછળ આતંકી સંગઠન હમાસ છે. ઇઝરાયેલી સેનાનું કહેવું છે કે તેણે ગાઝા પટ્ટીમાં હમાસને નિશાન બનાવીને ઓપરેશન શરૂ કર્યું છે.
શનિવારની લડાઈ ગાઝા સાથે ઇઝરાયેલની સરહદ પર વધતા જતા તણાવ અને ઇઝરાયેલના કબજા હેઠળના વેસ્ટ બેંકમાં અથડામણના અઠવાડિયા પછી શરૂ થઈ છે. જ્યાં આ વર્ષે અત્યાર સુધીમાં ઇઝરાયેલી સૈન્ય દ્વારા લગભગ 200 પેલેસ્ટિનિયન માર્યા ગયા છે. ઇઝરાયેલ પર પેલેસ્ટિનિયન હુમલામાં આ વર્ષે લગભગ 30 લોકો માર્યા ગયા છે.