ઈઝરાયેલે માહિતી આપી છે કે તેણે ગાઝા સાથેની સમગ્ર સરહદ સીલ કરી દીધી છે.ઈઝરાયેલ એરફોર્સે જણાવ્યું છે કે તેણે ગઈકાલે રાત્રે ગાઝા પટ્ટીમાં હમાસના 200 સ્થાનોને નિશાન બનાવ્યા હતા. ઈઝરાયેલે કહ્યું છે કે શનિવારથી હુમલા શરૂ થયા બાદ તેને 1500 ઈસ્લામિક ઉગ્રવાદીઓના મૃતદેહ મળ્યા છે.• હમાસ અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા લોહિયાળ સંઘર્ષમાં અત્યાર સુધીમાં 900 ઈઝરાયેલના મોત થયા છે અને ગાઝામાં 700 લોકો માર્યા ગયા છે.રશિયાએ ગાઝા અને ઈઝરાયેલમાં થઈ રહેલી હિંસાની નિંદા કરી છે અને કહ્યું છે કે તેના પર અમેરિકાની પ્રતિક્રિયા ‘આપત્તિજનક’ છે. હમાસની લશ્કરી પાંખે કહ્યું છે કે જો ઈઝરાયેલ સામાન્ય લોકોને ચેતવણી આપ્યા વિના હુમલો કરશે તો ઈઝરાયેલના બંધકોને મારી નાખવામાં આવશે.ઈઝરાયેલે ગાઝામાં ‘સંપૂર્ણ ઘેરો’ લાદી દીધો છે અને વીજળી, પાણી, ખોરાક અને ઈંધણનો પુરવઠો બંધ કરી દીધો છે.ઈઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુએ કહ્યું- અમે બળના આધારે હમાસને હરાવીશું. અપાર તાકાતનો ઉપયોગ કરશે. અમે મધ્ય પૂર્વને બદલીશું