હમાસ અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને રોકવા માટે આરબ દેશો વચ્ચે સતત બેઠકો ચાલી રહી છે.22 દેશોના સંગઠન આરબ લીગે ઇજિપ્તના કૈરોમાં સભ્ય દેશો સાથે ઇમરજન્સી મંત્રી સ્તરીય બેઠક યોજી હતી.આ બેઠકમાં આરબ લીગે ગાઝા પટ્ટીમાં આવશ્યક મૂળભૂત સુવિધાઓમાં કાપ મૂકવાના ઈઝરાયેલના નિર્ણયને અન્યાયી ગણાવ્યો છે. તેમજ ઈઝરાયેલને ગાઝા પટ્ટીમાં વહેલી તકે પાયાની સુવિધાઓ પુનઃસ્થાપિત કરવાની માગ કરવામાં આવી છે.
વિદેશ મંત્રીઓ વચ્ચે યોજાયેલી આ બેઠકમાં આરબ લીગે ગાઝા પટ્ટીમાં આવશ્યક મૂળભૂત સુવિધાઓમાં કાપ મૂકવાના ઈઝરાયેલના નિર્ણયને અન્યાયી ગણાવ્યો હતો અને ઈઝરાયેલને ગાઝા પટ્ટીમાં વહેલી તકે પાયાની સુવિધાઓ પુનઃસ્થાપિત કરવાની માંગ કરી હતી.આરબ લીગે ઇઝરાયેલને તેની આંતરરાષ્ટ્રીય જવાબદારીઓ પૂર્ણ કરવા અને બે-રાજ્ય ઉકેલ પર વાટાઘાટોમાં પાછા ફરવા વિનંતી કરી છે.
આ પહેલા સાઉદી અરેબિયાએ કેબિનેટ સ્તરની બેઠક યોજી હતી. આ બેઠકમાં સાઉદી કિંગ સલમાન અને ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને પેલેસ્ટાઈન, જોર્ડન અને ઈજિપ્તના રાષ્ટ્રપતિઓ સહિત અન્ય અગ્રણી આંતરરાષ્ટ્રીય નેતાઓ સાથે વાત કરી હતી. બેઠકમાં આરબ લીગના સભ્ય દેશોના વિદેશ મંત્રીઓએ ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અંગે ચર્ચા કરી હતી. આ દરમિયાન મંત્રીઓએ ઇઝરાયેલ પાસે ગાઝાની સંપૂર્ણ નાકાબંધી હટાવવાની માગ કરી હતી. આરબ લીગે પણ ઇઝરાયલને ગાઝાને વીજળી પુરવઠો અને પાણી કાપવાના નિર્ણય પર પુનર્વિચાર કરવા વિનંતી કરી હતી.
ઈઝરાયેલી સેના દ્વારા ગાઝા પટ્ટીના ઘેરાબંધીની નિંદા કરતા આરબે કહ્યું કે માનવતાવાદી સહાયને તાત્કાલિક ગાઝા પટ્ટી સુધી પહોંચવા દેવી જોઈએ. આરબ દેશોના વિદેશ પ્રધાનોએ જણાવ્યું હતું કે આરબ લીગ ઇઝરાયેલને ગાઝા પટ્ટીમાં તાત્કાલિક ખોરાક, ઇંધણ અને માનવતાવાદી સહાય મોકલવા કહે છે. જણાવી દઈએ કે, હમાસે ઇઝરાયેલના એક શહેર પર રોકેટ છોડ્યા ત્યારથી, ઇઝરાયેલી સેના ગાઝા પટ્ટી અને ખાસ કરીને હમાસના સ્થાનો પર બોમ્બમારો કરી રહી છે.ઈઝરાયેલે ગાઝા પટ્ટીને સંપૂર્ણપણે ઘેરી લીધી છે અને પાણી, ખોરાક અને વીજળીનો પુરવઠો બંધ કરી દીધો છે.
સાઉદી અરેબિયાએ ઈઝરાયેલ-પેલેસ્ટાઈન યુદ્ધને લઈને 57 મુસ્લિમ દેશોના સંગઠન ઓર્ગેનાઈઝેશન ઓફ કોઓપરેશન OICની ઈમરજન્સી બેઠક બોલાવવાની માગ કરી છે. OICમાં સાઉદી અરેબિયા અને તેના સહયોગી દેશોનું વર્ચસ્વ હોવાનું માનવામાં આવે છે. તેનો ઉદ્દેશ્ય આંતરરાષ્ટ્રીય શાંતિ અને સંવાદિતાનું નિર્માણ કરતી વખતે મુસ્લિમોનું રક્ષણ કરવાનો છે.