વિશ્વના સૌથી લાંબા તહેવાર નવરાત્રિનો આરંભ થઈ ચૂક્યો છે. અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારોમાં ગરબાની રમઝટ જામી રહી છે. જેમાં નવરાત્રિને સમાપ્તિને હવે ગણતરીના દિવસો જ બાકી છે. તેવા સમયે અમદાવાદમાં વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવમાં મન મૂકીને નાચી રહ્યા છે. તેમજ ગરબાને તાલે જૂમી રહ્યા છે.
આ ઉપરાંત રાજ્યના મોટાભાગના શહેરોમાં અનેક સોસાયટીઓમાં ખેલૈયાઓ
ગરબાના લે લોકો જૂમી રહ્યા છે. જેમાં અલગ સ્ટેપ્સ અને ગરબાના તાલે ગરબા રમી રહ્યા છે. જેમાં યુવાનો અને મહિલાઓ ગરબાને મન મૂકીને માણી રહ્યા છે. જ્યારે સોસાયટીઓ પણ લોકો ડી જેના તાલે ગરબા રમવા મશગુલ જોવા મળી રહ્યા છે, તેમજ જ્યારે હવે નવરાત્રિના ગણતરીના દિવસો બાકી છે ત્યારે આગામી દિવસોમાં ગરબાનો ક્રેઝ વધુ જોવા મળશે.
આ ઉપરાંત જેમ જેમ નવરાત્રિના દિવસો જતા જાય છે, તેમ તેમ ખેલૈયાઓ ગરબા ખેલવાનો રંગ જમાવતા જાય છે. જેમાં અનેક ગરબા ગ્રાઉન્ડમાં યૌવન હિલોળે ચડ્યું હતું. ખેલૈયાના અવનવા સ્ટેપે લોકોને મંત્રમુગ્ધ કર્યા હતાં. નવલાં નોરતામાં મોટા ગરબા આયોજનમાં અવનવા ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને ગરબે રમતા ખેલૈયાને જોવાની મજા કઇ અલગ જ છે.