દક્ષિણ ભારતીય ફિલ્મોના
સુપરસ્ટાર રજનીકાંત અને બોલિવૂડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન લગભગ ત્રણ દાયકા પછી એક ફિલ્મમાં
સાથે જોવા મળશે. સોશિયલ પ્લેટફોર્મ X પર અમિતાભ બચ્ચન સાથેની એક તસવીર પોસ્ટ કરતાં રજનીકાંતે
લખ્યું કે હું 33 વર્ષ પછી મારા માર્ગદર્શક, અમિતાભ બચ્ચન સાથે કામ કરી રહ્યો છું.
રજનીકાંતે જણાવ્યું કે બંને સુપરસ્ટાર લાયકાના આગામી પ્રોજેક્ટમાં કામ કરી રહ્યા
છે. તેનું નામ થલાઈવર 170 છે. અમિતાભ બચ્ચન અને રજનીકાંત આ પહેલા 90ના દાયકામાં રિલીઝ
થયેલી ફિલ્મ ‘હમ‘માં જોવા મળ્યા હતા. આ ફિલ્મનું નિર્દેશન મુકુલ આનંદે કર્યું હતું. અને આ ફિલ્મ
બોક્સ ઓફિસ પર સફળ રહી હતી. આ પહેલા પણ અમિતાભ બચ્ચન અને રજનીકાંતે ગિરફ્તાર અને અંધા
કાનૂન જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું.