સુરતમાં એક જ દિવસમાં 7 લોકોએ આત્મહત્યા કરી લીધી હોવાનું સામે આવ્યું છે. 7 અલગ-અલગ વ્યક્તિઓને કોઇને કોઈ કારણસર પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું. જોકે આ તમામ આપઘાત પાછળ તણાવ અને બેરોજગારી મુખ્યકારણ હોવાનું સામે આવ્યું છે.
વિગતો મુજબ મીનાબહેને સંતાનો વિદેશમાં હોવાથી તણાવમાં જીવન ટૂંકાવ્યુ તો અનિલ માંડહાકાએ બેરોજગારીથી કંટાળી જીવન ટૂંકાવ્યું હતું. આ સાથે ભૂપત આહીરે અગમ્ય કારણોસર ગળેફાંસો લગાવી આત્મહત્યા કરી લીધી છે. તો વિજય ગીરાસેએ બિમારીને કારણે ગળેફાંસો ખાઈ અને સાહીલ શેખે ઘરમાં ગળેફાંસો લગાવી આત્મહત્યા કરી છે. આ સાથે પ્રતિક પરમારે ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી છે. આ તરફ સુરતમાં એક જ દિવસમાં 7 લોકોએ જીવન ટૂંકાવી લેતા ચિંતાનો વિષય બન્યો છે.