હોસ્પિટલના ડૉક્ટર મારવાન અબુસાદાએ જણાવ્યું કે યુદ્ધના કારણે વિસ્થાપિત થયેલા લગભગ 55 હજાર લોકો હોસ્પિટલમાં હાજર છે અને ક્યાંય જગ્યા બચી નથી અને હોસ્પિટલમાં દર્દીઓનો પ્રવાહ અટકતો નથી અને લગભગ 100 દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. દર અડધા કલાકે મોટી સંખ્યામાં ઘાયલ લોકો હોસ્પિટલમાં સારવાર માટે આવી રહ્યા છે.
ડોક્ટરો કહે છે કે “એનેસ્થેટિક્સ, પેઇન કિલર અને એન્ટિબાયોટિક્સની અછત પરિસ્થિતિને ખૂબ જ મુશ્કેલ બનાવી રહી છે અને અમે આનાથી વધુ કરી શકતા નથી. ઈઝરાયેલનો દાવો છે કે હમાસનું મુખ્ય કમાન્ડ સેન્ટર અલ શિફા હોસ્પિટલ હેઠળ ચલાવવામાં આવે છે. પરંતુ હમાસે ઈઝરાયેલના આ દાવાને ફગાવી દીધો છે.
હોસ્પિટલ અલ શિફાની કામ કરતાં તબીબોએ સુરક્ષાની માંગ કરી છે.
ગાઝા શહેરના રહેવાસીઓને ટાંકીને અહેવાલ આપ્યો હતો કે ઇઝરાયેલના યુદ્ધ વિમાનોએ હોસ્પિટલની નજીક રાતોરાત હુમલો કર્યો હતો. ત્યાર બાદ ગાઝામાં રહેલા રુશ્દી અબુ અલુફે કહ્યું કે હોસ્પિટલની આસપાસના રસ્તાઓને નુકસાન થયું છે.