ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન આતંકવાદી સંગઠન હમાસ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે યહૂદીઓ વિરુદ્ધ નફરતના ગુનાઓમાં ચિંતાજનક વધારો થયો છે. તાજેતરમાં, રશિયાના દાગેસ્તાન પ્રાંતમાંથી હેરાન કરી દે તેવો વીડિયો સામે આવ્યા છે, જેમાં હજારો મુસ્લિમ રહેવાસીઓ મખાચકલા એરપોર્ટ પર હુમલો કરતા જોવા મળે છે. મળતી માહિતી મુજબ હિંસાનો આ વિસ્ફોટ યહૂદી મુસાફરોને લઈને તેલ અવીવથી વિમાનના આગમનને કારણે થયો હતો. ગાઝા પટ્ટીમાં ઈઝરાયેલની કાર્યવાહીથી ગુસ્સે થઈને વિરોધ કરી રહેલા ટોળાએ તેને નુકસાન પહોંચાડવાનું કાવતરું ઘડ્યું હતું.
અલ્લાહુ અકબરના નારા લગાવતા આ ટોળાએ એરપોર્ટની બહાર આવતા લોકોના પાસપોર્ટ ચેક કર્યા હતા. પેલેસ્ટિનિયન ટોળાના હાથમાં બંદૂકો પણ હતી અને તેઓને મારવા માટે એરપોર્ટ પર યહૂદીઓને શોધી રહ્યા હતા. એરપોર્ટ પરથી પસાર થતી કારોને રોકવામાં આવી હતી અને ઇઝરાયેલી નાગરિકોને ઓળખવાના પ્રયાસમાં મુસાફરોની પૂછપરછ કરવામાં આવી હતી. આક્રમક ભીડને સંભાળવી એ એક પડકારજનક કાર્ય સાબિત થયું. જોકે, રાષ્ટ્રપતિ પુતિન સહિત રશિયન અધિકારીઓએ લોકોની સુરક્ષાની ખાતરી આપી છે અને એરપોર્ટને ફરીથી ખોલવામાં આવ્યું છે.