ઉત્તર પ્રદેશના આગ્રામાં એક હેરાન કરી દેનારી ઘટના સામે આવી છે, જેમાં એક લગ્ન સમારોહમાં રસગુલ્લા ઓછા પડવાના કારણે પરિસ્થિતિ એટલી બગડી ગઈ કે, મારામારી થઇ ગઇ અને તેમાં 6 લોકો ગંભીર રૂપે ઇજાગ્રસ્ત થઈ ગયા. મારામારીમાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે. આ ઘટના આગ્રા જિલ્લાના ફતેહાબાદ વિસ્તારની છે. શમસાબાદ પોલીસ સ્ટેશનના પ્રભારી અનિલ શર્માએ જણાવ્યું કે, વૃજભાન કુશવાહાના ઘરે લગ્ન સમારોહ હતો.
આ દરમિયાન કોઈ વ્યક્તિએ રસગુલ્લાની કમીને લઈને ટિપ્પણી કરી દીધી. એ વ્યક્તિની ટિપ્પણીના કારણે વિવાદ એટલો વધી ગયો કે, લગ્ન સમારોહ દરમિયાન મારામારી શરૂ થઈ ગઈ અને 6 લોકો ઇજાગ્રસ્ત થઈ ગયા. પોલીસ મુજબ, આ ઘટનામાં ભગવાન દેવી, યોગેશ, મનોજ, કૈલાશ, ધર્મેન્દ્ર અને પવન ઇજાગ્રસ્ત થઈ ગયા. શમસાબાદ, આગ્રા જિલ્લાના ફતેહાબાદ તાલુકામાં સ્થિત એક નગર છે. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી દીધી છે.
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ઓક્ટોબરમાં એત્માદપૂરમાં પણ એક લગ્નમાં મીઠાઈની કમીને લઈને થયેલા ઝઘડામાં એક વ્યક્તિનું મોત થઈ ગયું હતું. એવી એક ઘટના વર્ષ 2014માં કાનપુર દેહાત ગામ કુરમાપુરમાં સામે આવી હતી. અહી ઉન્નાવના એક ગામથી જાન આવી હતી. લગ્ન દરમિયાન વરરાજાના માસિયાઈ ભાઈ મનોજે પ્લેટમાં બે રસગુલ્લા લેવાનો પ્રયાસ કર્યો, પરંતુ કન્યા પક્ષના કોઈ વ્યક્તિએ તેને એક જ રસગુલ્લો લેવા કહ્યું. આ વાત પર વિવાદ થયો અને પછી ઝપાઝપી થઈ.
25 વર્ષીય શિવકુમારની જાન આવી તો બધુ કુશળ મંગળ હતું, પરંતુ ત્યારે રસગુલ્લાના કારણે એ ઝઘડાથી લગ્ન તૂટી ગયા. આ વિવાદ એટલો વધી ગયો જે જાનૈયા અને કન્યા પક્ષમાં ઝઘડો થઈ ગયો. આ દરમિયાન વર પક્ષ તરફથી છોકરીના પિતા સાથે ગાળાગાળી કરવામાં આવી અને જ્યારે આ ઘટના બાબતે છોકરીને ખબર પડી તો તેણે લગ્ન કરવાની ના પાડી દીધી. ઘટના બાદ ગામના લોકો અને સ્થાનિક લોકોએ બંને પક્ષોમાં સમાધાન કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ આ પ્રયાસ નિષ્ફળ રહ્યો. જો કે ઘટના બાદ છોકરીના પિતાએ કરિયાવરમાં ફોર વ્હીલર ગાડી ન આપવાના કારણે લગ્ન તૂટવાના આરે હતા.