પ્રવર્તન નિર્દેશાલય (ઈડી) દ્વારા ત્રિચી ખાતે આભૂષણ જુથની વિરુદ્ધ પોંજી ગોટાળાની તપાસ મામલે પુછપરછ માટે અભિનેતા પ્રકાશ રાજને પણ તપાસ માટે બોલાવ્યા છે. અધિકારીઓએ ગુરૂવારે આ અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, અભિનેતા પ્રકાશ રાજને ઇડીએ 100 કરોડ રૂપિયાની કથિત પોંજી સ્કીમ મામલે પુછપરછ માટે બોલાવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં જ ઇડીએ ધન શોધન નિવારણ અધિનિયમના (ટીએમએલએ) જોગવાઈ હેઠળ 20 નવેમ્બરે ત્રિચી ખાતે એક પાર્ટનરશીપ ફર્મ પ્રણવ જ્વેલર્સની તપાસ કરી હતી.
આ શોધખોળ બાદ પ્રકાશ રાજને ઇડીનું સમન આવ્યું છે. દરોડામાં અલગ અલગ વિવાદાસ્પદ દસ્તાવેજ, 23.70 લાખ રૂપિયાની બિનહિસાબી રોકડ અને 11.60 કિલોગ્રામ વજનના સોનાના આભુષણ પણ જપ્ત કર્યા છે. ઇડીના સુત્રો અનુસાર પ્રકાશ રાજને બોલાવવા પ્રણવ જ્વેલર્સ દ્વારા બનાવાયેલી કથિત નકલી સોનાની રોકાણ યોજનાની વ્યાપક તપાસનો હિસ્સો છે. અત્રે નોઁધનીય છે કે, 58 વર્ષીય અભિનેતા આ કંપનીના બ્રાંડ એમ્બેસેડર રહ્યા છે.
તેમને આવતા અઠવાડીયે ચેન્નાઇમાં સંઘીય એજન્સીની સામે રજુ થવા માટે કહેવામાં આવ્યું છે. પોંજી સ્કીમ કથિત રીતે પ્રણવ જ્વેલર્સ દ્વારા ચલાવાઇ રહેલી આ સ્કીમ કથિત આર્થિક ગોટાળામાં સંડોવાયેલા અન્ય લોકોની વિરુદ્ધ ત્રિચીમાં આર્થિક અપરાધ શાખા (ઈઓડબ્લ્યુ) દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઈઆરના આધારે ઇડીની તપાસમાં આવી ગઇ છે. ઈઓડબ્લ્યના અનુસાર પ્રણવ જ્વેલર્સે આકર્ષક રિટર્નનું વચન આપતા સોનામાં રોકાણ યોજના વહાવવા જનતા સાથે 100 કરોડ રૂપિયા જમા કર્યા. જો કે કંપની પ્રતિબદ્ધતાને પુર્ણ કરવામાં નિષ્ફળ રહી, જેના કારણે રોકાણને અધરમાં લટકી ગયા.