જાપાનમાં અમેરિકાનું કોસ્ટગાર્ડનું એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત બન્યું હતું. જાનહાનીના કોઇ ખબર નથી. વિમાનમાં 8 લોકો સવાર હતાં.જાપાનના કોસ્ટગાર્ડે જણાવ્યું હતું કે તેને કાગોશિયા પ્રીફેકચરમાં યાકુશિયા ટાપુ પાસે તટીય ક્ષેત્રમાં અમેરિકાના ઓસ્પ્રે સેન્ય વિમાન ક્રેશ થયાની માહિતી મળી છે. આ એરક્રાફ્ટમાં આઠ ક્રુ મેમ્બર સવાર હતા. પ્રારંભિક જાણકારી મુજબ કોસ્ટગાર્ડને વિમાન ક્રેશ થયાની જાણકારી લગભગ 2-45 વાગ્યે મળી હતી. કોસ્ટગાર્ડ પ્લેન ક્રેશની તપાસ કરી રહ્યા છે.