બોલીવુડ અભિનેતા સલમાનખાનને બિશ્નોઈ ગેંગ તરફથી વધુ એક વખત ધમકી આપવામાં આવતા મુંબઈ પોલીસ એલર્ટ બની છે અને દબંગ સ્ટારની સુરક્ષાની સમીક્ષા કરવામાં આવી હતી. મુંબઈ પોલીસના એક સીનીયર અધિકારીએ જણાવ્યું હતું કે બીશ્નોઈ ગેંગની નવી ધમકીને ગંભીરતાથી લેવામાં આવી રહી છે. સલમાનની સુરક્ષામાં કોઈ ક્ષતિ કે ખામી ન રહે
તે માટે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી. સલમાનને રૂબરૂ મળીને એલર્ટ રહેવાની તાકીદ કરવા સાથે સુરક્ષા સંબંધી કેટલીક સૂચના પણ આપવામાં આવી હતી. બોલીવુડ અભિનેતાને હાલ વાય પ્લસ કેટેગરીની સુરક્ષા આપવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે લોરેન્સ બિશ્નોઈ ગેંગે ફેસબુક પોસ્ટ મારફત આપેલી ધમકીમાં ‘દાઉદ બચાવશે’ તેવા વ્હેમમાં ન રહેવા અને હવે સલમાનનો જ વારો હોવાનું કહ્યું હતું.