ઈઝરાયેલ અને હમાસ વચ્ચે આજે યુદ્ધ વિરામનો અંત આવતા જ ગાઝામાં ઈઝરાયેલે એક મોટો હુમલો કરતા 32 પેલેસ્ટાઈનીઓ માર્યા ગયા છે અને અનેક ઘવાયા છે. યુદ્ધ વિરામની સમાપ્તી સાથે જ પ્રથમ બે કલાકમાં જ ઈઝરાયેલે ફરીથી મોટુ આક્રમણ શરુ કર્યુ છે. ગાઝા આરોગ્ય મંત્રાલયના પ્રવકતા અસરફ અલ કીદ્રા એ જણાવ્યું કે ઈઝરાયેલની સેના ગાઝામાં અનેક સ્થળોએ હુમલા કરવા આગળ વધી રહી છે.
આજે સવારે સ્થાનિક સમય મુજબ પાંચ વાગ્યે યુદ્ધ વિરામનો અંત આવતા જ 90 મીનીટમાં આક્રમણ શરુ થઈ ગયું હતું અને માનવામાં આવે છે કે હવે ઈઝરાયેલની સેના હવાઈ હુમલા પણ શરુ કરશે. અમેરિકાના વિદેશમંત્રી હાલ તેલઅવીવમાં છે અને તેઓ યુદ્ધ વિરામને પુરુ થતા પહેલા વડાપ્રધાન નેતાન યાહુ સાથે વાત કરી હતી પરંતુ ઈઝરાયેલે હવે વધુ લંબાવવા ઈન્કાર કર્યો હતો.