અંબાજીથી દાંતા જઈ રહેલી એક ખાનગી બસ અંબાજી-દાંતા હાઈવે પર ત્રિશુલીયા ઘાટ પાસે પલ્ટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં ડ્રાઈવર સહિત 30 મુસાફરોને ઈજા થઈ હતી.
આ અકસ્માત અંગે પ્રાપ્ત વિગતો મુજબ, આ બસ રાજકોટના જેતપુરથી ઉપડી હતી અને અંબાજી મંદિરની દર્શન કર્યા બાદ મોઢેરા-બહુચરાજી જઈ રહી હતી. બસ ત્રિશુલીયા ઘાટ ઉતરતી વખતે અચાનક પલ્ટી મારી ગઈ હતી.
આ અકસ્માતમાં ડ્રાઈવર સહિત 30 મુસાફરોને ઈજા થઈ હતી. ઈજાગ્રસ્તોને પ્રથમ દાંતા અને પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાંથી ગંભીર રીતે ઘવાયેલા ચાર મુસાફરોને અમદાવાદની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. આ અકસ્માતના કારણે હાઈવે પર ટ્રાફિક થઈ ગયો હતો. લાંબા સમય સુધી ટ્રાફિક જામ રહ્યો હતો.
આ અકસ્માત અંગે દાંતા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.