શ્રીદેવીની પુત્રી ખુશી કપૂર ‘ધ આર્ચીઝ’થી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરવા જઈ રહી છે. તે એક મ્યુઝિકલ ડ્રામા ફિલ્મ છે. તેની સાથે શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન અને અમિતાભ બચ્ચનનો પૌત્ર અગસ્ત્ય નંદા પણ અભિનય ક્ષેત્રે એકસાથે ડેબ્યુ કરી રહ્યા છે. મંગળવારે મેકર્સે સેલિબ્રિટીઝ માટે સ્પેશિયલ સ્ક્રીનિંગનું આયોજન કર્યું હતું. રેડ કાર્પેટ પર સ્ટાર્સ આવી પહોંચ્યા હતા.ખુશી કપૂરે પાપારાઝીની સામે પૂરા આત્મવિશ્વાસ સાથે પોઝ આપ્યા હતા. સિલ્વર કલરના ગાઉનમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. પોતાની માતા શ્રીદેવીને યાદ કરીને તે પોતાનો ગાઉન પહેરીને રેડ કાર્પેટ પર ચાલી હતી.ખુશી માટે આ પ્રસંગ ખૂબ જ ખાસ હતો. ચોક્કસ આજે તે તેની માતાને યાદ કરતી હશે. આ ફિલ્મ માટે રોમાંચક હોવા ઉપરાંત તે તેમના માટે ઈમોશનલ ક્ષણ પણ છે. ખુશી માટે આ પ્રસંગ ખૂબ જ ખાસ હતો. ચોક્કસ આજે તે તેની માતાને યાદ કરતી હશે. આ ફિલ્મ માટે રોમાંચક હોવા ઉપરાંત તે તેમના માટે ઈમોશનલ ક્ષણ પણ છે. ખુશીએ ગાઉનની સાથે શ્રીદેવીની જ્વેલરી પણ પહેરી હતી તેમજ તેણે પોતાના વાળમાં બન બનાવ્યું હતું. આ ઈવેન્ટમાં જ્હાન્વી કપૂર અને બોની કપૂર પણ હાજર હતા. શ્રીદેવીએ આ ગાઉન 2013માં IIFAના રેટ કાર્પેટ પર પહેર્યું હતું.