વિશ્વમાં આજે હિંદુ ધર્મનો ડંકો વાગી રહ્યો છે. હિંદુ ધર્મની સંસ્કૃતિ, સાહિત્ય, કળા, પ્રતિભા અને માનવતાના અભિગમોથી વિશ્વ પ્રેરાઇ રહ્યું છે. વસુધૈવ કુટુમ્બકમને હિંદુ સંસ્કૃતિનો મૂળ ભાવ માનવામાં આવ્યો છે. વિશ્વના અન્ય પ્રાચીન ધર્મ અને સંસ્કૃતિઓ આજે લુપ્ત થઈ ચૂકી છે. પરંતુ હિંદુ ધર્મ પોતાની સહિષ્ણુતાના પ્રાણવાયુથી આજ સુધી જીવિત છે.વિવિધતામાં એકતાની ઓળખ હિંદુ સંસ્કૃતિનો પ્રયત્ન રહ્યો છે. ત્યારે હિન્દુત્વની વ્યાખ્યા શું ? હિન્દુઇઝમ અથવા હિંદુવાદ કે પછી હિન્દુત્વ છે ? સનાતન ધર્મ શું છે ? આ કેટલાક એવા પ્રશ્ન છે. જેના પર તાજેતરમાં જ બેંકોકમાં આયોજિત વિશ્વ હિન્દુ કોંગ્રેસ દરમ્યાન મંથન કરવામાં આવ્યુ. થાઈલેન્ડની રાજધાનીમાં આયોજિત આ ત્રણ દિવસીય કાર્યક્રમમાં 61 દેશોના 2,000 થી વધુ ધાર્મિક નેતાઓ, સંગઠનો અને વિવિધ હિતધારકોએ ભાગ લીધો હતો. આ ત્રણ દિવસો દરમિયાન, હિન્દુત્વનો ખ્યાલ, ફિલસૂફી અને સાર્વત્રિક જીવન પદ્ધતિ તરીકે ઊંડી ચર્ચા સાથે વિવિધ વિચાર-પ્રેરક સત્રો યોજાયા. આ પરિપ્રેક્ષ્યમાં પરિષદ દરમિયાન એક મોટી જાહેરાત કરવામાં આવી હતી. હિંદુઓની ઓળખને લગતા અંગ્રેજી શબ્દ “હિંદુઇઝમ” એટલે કે હિંદુવાદ શબ્દ બદલીને હિંદુત્વ કરવાનો નિર્ણય લેવાયો અને હિંદુવાદ શબ્દને સંપૂર્ણપણે નકારી કાઢ્યો હતો. તેના બદલે સો કરતાં વધુ દેશોમાં રહેતા 120 કરોડ હિંદુઓ માટે હિન્દુવાદ એટલે કે હિન્દુત્વ સ્વીકારવામાં આવ્યું.ત્યારે જાણો આ બાબતે રાષ્ટ્રીય સ્વંયસેવક સંધના વડા મોહન ભાગવતે શું પ્રતિક્રિયા આપી સાંભળો…..
ઉલ્લેખનીય છે કે વિશ્વ હિન્દુ પરિષદે સનાતન ધર્મનો સંદર્ભ આપવા માટે ‘હિંદુત્વ’ અને ‘હિંદુ ધર્મ’ શબ્દો અપનાવ્યા. આ સાથે તેમણે હિંદુવાદ શબ્દને છોડી દેવાની દલીલ કરી અને કહ્યું કે આ શબ્દ જુલમ અને ભેદભાવ દર્શાવે છે.થર્ડ વર્લ્ડ હિંદુ કોંગ્રેસના બેંગકોકની જાહેરાત અનુસાર, હિંદુત્વ શબ્દ વધુ સચોટ છે કારણ કે તેમાં હિંદુ શબ્દના તમામ અર્થો સામેલ છે. WHCની ચર્ચાના પ્રથમ દિવસના જાહેરાતમાં કહેવામાં આવ્યું છે કે,‘હિંદુ ધર્મ શબ્દનો પ્રથમ શબ્દ “હિંદુ” સનાતન અથવા શાશ્વત છે તે બધાનું પ્રતીક છે. અને “ધર્મનો અર્થ છે “જે જાળવી રાખે છે”. ત્યારે થાઈલેન્ડના વડાપ્રધાન શ્રેથા થવિસીને હિન્દુ ધર્મને લઈને મોટું નિવેદન આપ્યું હતુ. તેમણે આશા વ્યક્ત કરી હતી કે અશાંતિ સાથે સંઘર્ષ કરી રહેલી દુનિયાએ અહિંસા, સત્ય, સહિષ્ણુતા અને સૌહાર્દના હિન્દુ મૂલ્યોમાંથી પ્રેરણા લેવી જોઈએ,તો જ વિશ્વમાં શાંતિ સ્થાપિત થઈ શકશે.
તો આ તરફ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના નેતા દત્તાત્રેય હોસબોલેએ સમુદાયના અવાજને અસરકારક રીતે વ્યક્ત કરવા માટે વિવિધ હિંદુ સંગઠનો વચ્ચે વધુ સારા સંકલન માટે જોરદાર દલીલ કરી હતી કે તેમની વિવિધતાને કારણે ઘણા દેશોમાં ફુટ પડી છે. વધુમાં હોસબલેએ જણાવ્યું હતું કે સમાજ સામે આવનાર પડકારોનો સામનો કરવા માટે વૈશ્વિક સ્તરે હિંદુ સંગઠનોને મજબૂત કરવું સમયની જરૂરિયાત છે.
આ તકે માતા અમૃતાનંદમયી દેવીએ માનવતાની સુખાકારી અને સમૃદ્ધિ લાવવામાં ધર્મની મુખ્ય ભૂમિકા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે, ” આપણે ધર્મના રક્ષણ માટે ભાગ ભજવીશુ તો તે આપણું રક્ષણ કરશે.તેમણે વિશ્વ અને માનવતાને બચાવવા માટે હિન્દુ ધર્મને પુનઃસ્થાપિત કરવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. સાથે જ તેમણે હિંદુ ધર્મ દ્વારા સત્યના વિવિધ માર્ગોની અનન્ય સ્વીકૃતિને પ્રકાશિત કરી હતી.
ઉપરાંત વર્લ્ડ હિન્દુ ફાઉન્ડેશનના વડા અને વર્લ્ડ હિન્દુ કોંગ્રેસના મુખ્ય આયોજક સ્વામી વિજ્ઞાનાનંદે કહ્યું-“હિંદુત્વ અને હિન્દુ ધર્મને કાયમ રાખવા માટે હિન્દુ અર્થતંત્ર પર કામ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. હિન્દુ ધર્મને સ્વીકાર્ય અને સન્માનજનક બનાવવા માટે એકજુટ થઇને કામગીરી કરવી જરૂરી છે. જ્યાં સુધી વિશ્વ સ્તર પર હિન્દુ અર્થતંત્ર પર કામ નહિ કરવામાં આવે ત્યાં સુધી ભારત અને હિન્દુ ધર્મ અસરકારકતાથી વિશ્વ મંચ પર નહિ આવી શકે.
વર્લ્ડ હિન્દુ કોંગ્રેસના મેનિફેસ્ટોની મહત્વની બાબત
હિન્દુત્વ કોઇ જટીલ શબ્દ નથી, તેનો સરળ અર્થ હિન્દુ સાથે જોડાયેલો છે
ઘણા શિક્ષણવિદો અને બૌદ્ધિકો અજ્ઞાનવશ હિન્દુત્વને હિન્દુધર્મની વિરૂધ્ધ રજુ કરે છે
વર્લ્ડ હિન્દુ કોંગ્રેસએ હિંદુઓને કટ્ટરતા સામે એક થવા કરી અપીલ
વિશ્વભરના હિન્દુઓને જોડવા પર બળ મુકવામાં આવ્યો
આ વર્ષે 150 વર્ષ જૂના સુનિયોજિત ષડયંત્રનો પર્દાફાશ કરવા માટે વિશ્વ હિન્દુ કોંગ્રેસ સંપૂર્ણપણે તૈયાર અને પ્રતિબદ્ધ હતી. જો કે યોગ્ય સમયે વિશ્વના હિંદુઓ આ ષડયંત્રને સમજી ગયા છે. તેથી જ તેણે આ જબરદસ્તીમાંથી છૂટકારો મેળવવાનો સંકેત આપ્યો છે.તેના બદલે હવે તેઓ હિન્દુત્વ સાથે ઓળખાશે.હિંદુ ધર્મ’પર કોંગ્રેસની ઘોષણામાં કહેવામાં આવ્યું છે કે છેલ્લા 150 વર્ષોમાં હિંદુ-વિરોધી કથાના બીજ વાવવામાં આવ્યા છે. આ જ કારણ છે કે વડીલોએ હિન્દુધર્મને બદલે ‘હિંદુત્વ’ શબ્દનો ઉપયોગ કરવાનું પસંદ કર્યું.
વિશ્વ હિન્દુ કોંગ્રેસે સાહિત્યિક અને શૈક્ષણિક અર્થનો ઉલ્લેખ કરતા કહ્યું કે, સર મોનિયર-મોનિયર વિલિમસે લોકપ્રિય શબ્દકોશમાં ‘હિંદુઇઝમ’ શબ્દનો ઉલ્લેખ કર્યો છે.તેમણે તેમની હેન્ડબુક ‘હિન્દુઈઝમ’માં પણ આ અંગે વિસ્તારથી લખ્યુ છે. આ હેન્ડબુક 1877માં સોસાયટી ફોર પ્રમોટિંગ ક્રિશ્ચિયન નોલેજ દ્વારા પ્રકાશિત કરવામાં આવી હતી. બેંગકોકની વર્લ્ડ હિંદુ કોંગ્રેસે આ શબ્દકોશને બૌદ્ધિક રીતે અપ્રમાણિક શબ્દકોષ ગણાવી હતી. આ હેન્ડ બુક પાછળના દુષ્ટ ઇરાદાઓ સરળતાથી સમજી શકાય છે. આ બૌદ્ધિક અપ્રમાણિકતાનું એક ઉદાહરણ હતું. જેનો હેતુ હિંદુ વિરોધી કથા બનાવવાનો હતો. સાથે જ સંસ્કૃતિ કલંકિત કરવાનો હતો. જેમાં હિંદુ માન્યતામાં પવિત્ર ગણાતા આધ્યાત્મિક ગુરુઓ અને સંતો જેવા પવિત્ર લોકોને પણ બક્ષવામાં આવ્યા ન હતા.