30 ઓક્ટેબર, 2022ના રોજ મોરબીમાં મચ્છુ નદી પર બનેલો પુલ અચાનક તૂટી પડવાની ગોઝારી ઘટના બની હતી. આ દૂર્ઘટનામાં 135 લોકોના અકાળે મોત નિપજ્યા હતા. આ બ્રિજની જાળવણીનો કોન્ટ્રાક્ટ મોરબીના ઓરેવા ગ્રુપને સોંપવામાં આવ્યો હતો. આ સમગ્ર દુર્ઘટનાની તપાસ કરી રહેલી SITના રિપોર્ટમાં ઓેરેવા કંપનીની ગંભીર બેદરકારી સામે આવી હતી. એટલે જ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર જયસુખ પટેલ મુખ્ય આરોપી છે.’
ત્યારે આજે મોરબી બ્રિજ દુર્ઘટના કેસના મુખ્ય આરોપી જયસુખ પટેલની જામીન અરજી અંગે આજે હાઇકોર્ટે ચૂકાદો આપી જામીન અરજી ફગાવી દીધી છે.જેને લીધે જયસુખ પટેલને હજુ પણ જેલના સળીયા ગણવા પડશે. મહત્ત્વનું છે કે, આ પહેલાની સુનવણીમાં જજ દિવ્યેશ જોશીએ અરજી કર્યા બાદ હાઇકોર્ટે ચૂકાદો અનામત રાખ્યો હતો. આ સુનાવણીમાં રાજ્ય સરકાર તરફથી હાજર થયેલાં એડિશનલ એડવો કેટ જનરલ મિતેષ અમીરે આરોપીના જામનીન અંગે કોર્ટને વિવેકી રીતે નિર્ણય કરવા કહ્યું હતું.
ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલે રેગ્યુલર જામીન માટે અરજી કરી હતી. જેમાં રજૂઆત કરાઇ હતી કે તેઓ છેલ્લા ઘણાં સમયથી જેલમાં છે. આ કેસમાં તેમની સીધી સંડોવણી નથી. અને તેમણે પીડિતો માટે વળતરની પૂરી રકમ જમા કરાવી દીધી છે. હવે તેમને જેલમાં રાખવાનો કોઈ હેતુ નથી. આથી તેમને જામીન આપવામાં આવે.જો કે આજે ફરી કોર્ટે અરજી ફગાવી દિધી છે.