રેસલિંગ ફેડરેશન પર બ્રિજભૂષણ શરણ સિંહનું વર્ચસ્વ ચાલુ રહેતા રેસલર સાક્ષી મલિકે આ રમત છોડવાની જાહેરાત કરી છે. બ્રિજભૂષણ શરણ સિંહના નજીકના સંજય સિંહને રેસલિંગ ફેડરેશનની ચૂંટણીમાં મોટી જીત મળી છે. ચૂંટણી પરિણામો બાદ મીડિયા સાથે વાત કરતા સાક્ષી મલિકે કહ્યું કે તે વિરોધમાં કુસ્તી છોડી દેશે. આ સિવાય તેની સાથે હાજર મહિલા રેસલર વિનેશ ફોગાટ પણ આઘાતમાં હોય તેવુ લાગતુ હતુ અને રડવા લાગી હતી. સાક્ષી મલિક, વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાએ કહ્યું કે આ પરિણામોનો અર્થ એ છે કે મહિલા કુસ્તીબાજોને સતત ઉત્પીડનનો સામનો કરવો પડશે.
ત્રણેય કુસ્તીબાજોએ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ લાંબુ આંદોલન ચલાવ્યું હતું અને જંતર-મંતર પર વિરોધ પણ કર્યો હતો. આ લોકોએ બ્રિજ ભૂષણ શરણ સિંહ પર મહિલા રેસલર્સનું યૌન ઉત્પીડન કરવાનો આરોપ લગાવ્યો હતો. રડતા રડતા વિનેશ ફોગાટે કહ્યું, ‘હવે સંજય સિંહ કુસ્તી મહાસંઘના પ્રમુખ તરીકે ચૂંટાયા છે. મહિલા કુસ્તીબાજોની હેરાનગતિ ચાલુ રહેશે.