કુસ્તીબાજ બજરંગ પુનિયાએ બ્રિજભૂષણ શરણ સિંહના નજીકના સાથી રેસલિંગ ફેડરેશનના પ્રમુખ પદ માટે ચૂંટણી જીત્યા બાદ પદ્મશ્રી એવોર્ડ પરત કર્યો છે. શુક્રવારે તેણે એક મોટી જાહેરાત કરતા કહ્યું કે આ ચૂંટણી દર્શાવે છે કે કુસ્તીબાજોનું ભવિષ્ય હવે સુરક્ષિત રહેશે નહીં. આ પહેલા ગુરુવારે સાક્ષી મલિકે રમત છોડવાની જાહેરાત કરી હતી. બજરંગ પુનિયાએ ટ્વિટર પર પત્ર લખીને આ સન્માન પરત કરવાની જાહેરાત કરી છે. જેમાં તેમણે પીએમ નરેન્દ્ર મોદીને સીધું સંબોધતા લખ્યું છે કે મને અર્જુન એવોર્ડ, ખેલ રત્ન અને પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. મને અર્જુન એવોર્ડી ગણાવીને દરેક જગ્યાએ મારું સન્માન કરવામાં આવ્યું છે, પરંતુ જ્યારે આપણે મહિલા કુસ્તીબાજોના સન્માનની રક્ષા ન કરી શક્યા તો હું તેમના બોજ હેઠળ મારું જીવન જીવી શકીશ નહીં.
બજરંગ પુનિયાએ લખ્યું છે કે જે દીકરીઓ બેટી બચાવો, બેટી પઢાવોની બ્રાન્ડ એમ્બેસેડર બનવાની હતી તેમને તેમની રમતથી અળગા થઈ જવું પડ્યું. આ પછી પણ અમે કુસ્તીબાજોનું ‘સન્માન’ કરી શક્યા નહીં.