એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ઇડીએ બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવને નવું સમન્સ મોકલ્યું છે. તેમને રેલવેમાં નોકરીના બદલામાં જમીન કૌભાંડમાં મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે.તેજસ્વી યાદવને 5 જાન્યુઆરીએ એજન્સી સમક્ષ હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. બીજી બાજુ, દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે વિદેશ પ્રવાસની માગણી કરતી તેમની અરજીની સુનાવણી માટે સ્વીકારી લીધી છે.
તેજસ્વી યાદવે આવતા વર્ષે 6 થી 18 જાન્યુઆરી સુધી ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ જવા માટે કોર્ટ પાસે પરવાનગી માંગી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ EDએ તેજસ્વી યાદવને 22 ડિસેમ્બરે અને તેમના પિતા આરજેડી ચીફ લાલુ પ્રસાદ યાદવને 27 ડિસેમ્બરે એજન્સી સમક્ષ હાજર થવાનો આદેશ આપ્યો હતો. જો કે, તેજસ્વીએ 22 ડિસેમ્બરના સમન્સની અવગણના કરી અને એજન્સી સમક્ષ હાજર થયા ન હતો.
ઉલ્લેખનીય છે કે ઓક્ટોબરમાં બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડી ચીફ લાલુ યાદવ, બિહારના પૂર્વ સીએમ રાબડી દેવી, બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ અને આરજેડી સાંસદ મીસા ભારતીને રાહત મળી હતી. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે કથિત નોકરી માટે જમીન કૌભાંડ કેસમાં ચારેયને જામીન આપ્યા હતા.