અમેરિકામાં હિંદુ મંદિરની તોડફોડના મુદ્દે વિદેશ મંત્રી એસ.જયશંકરની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યુ છે આ બાબતે મને ખ્યાલ છે. મારી સતત નજર છે આના ઉપર.. વધુમાં તેમણે કહ્યુ કે અલગતાવાદી દળો અને ઉગ્રવાદને ભારતની બહાર સ્થાન મળવું જોઈએ નહીં.ભારતીય એમ્બેસીએ ત્યાંની સરકાર અને પોલીસને ફરિયાદ કરી છે અને તપાસ ચાલી રહી છે.”
ઉલ્લેખનીય છે કે આ ઘટના વોશિંગ્ટન ડીસીથી લગભગ 100 કિલોમીટર દૂર કેલિફોર્નિયાના નેવાર્ક શહેરમાં બની હતી.જ્યાં મંદિરની દિવાલો પર ભારત વિરોધી નારા લખવામાં આવ્યા હતા. સ્વામિનારાયણ મંદિરની દિવાલો પર આ નારા લખેલા જોવા મળ્યા હતા.
વાણિજ્ય દુતાવાસે ટ્વિટર પર પોસ્ટ કર્યું છે કે “અમે કેલિફોર્નિયાના નેવાર્કમાં સ્વામિનારાયણ મંદિર પરના હુમલાની સખત નિંદા કરીએ છીએ.” આ ઘટનાથી ભારતીય સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચી છે.વધુમાં તેમણે કહ્યુ કે અમે આ મામલે યુએસ સત્તાવાળાને મંદિરમાં તોડફોડના ગુનેગારો સામે તાત્કાલિક તપાસ અને તાત્કાલિક પગલાં લેવા માટે દબાણ કર્યું છે.”