ભારતમાં એક જ દિવસમાં કોરોનાના કેસમાં બે ગણા વધારા સાથે વિશ્વમાં પણ આ સંક્રમણ આગળ વધતુ જાય છે અને નવા સબવેરીએન્ટ જેએન.1 વેરીએન્ટના અત્યાર સુધીમાં વિશ્વમાં 8.50 લાખથી વધુ નવા કેસ નોંધાયા છે અને 3000થી વધુ લોકોના મૃત્યુ થયા છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ ચેતવણી આપી છે કે કોરોનાનું સંક્રમણ વધી શકે છે. દુનિયામાં એક માસમાં જ કેસ 52 ટકાથી વધુ વધ્યા છે.
જો કે મૃત્યુની સંખ્યામાં 8 ટકાનો ઘટાડો થયો છે. કોરોનાના નવા વેરીએન્ટની સંક્રમણ ઝડપ વધુ હોવાની જે શકયતા હતી તે વાસ્તવિકતા બની રહી છે અને આ મહામારી ફરી એક વખત દુનિયાને ધમરોળે તેવી શકયતા છે. જો કે સિંગાપોરમાં એક વખત કેસમાં વધારા બાદ સતત ઘટાડો થઈ રહ્યો છે અને તેથી તેની પીક આ દેશમાં આવી ગઈ હોય તેવું શકય પણ છે અને તેના કારણે કોઈ મોટી અસર કર્યા વગર જ આ લહેર પસાર થઈ જાય
તેવી પણ શકયતા છે. બ્રિટનમાં કોવિડના નવા વેરીએન્ટના કેસ વધતા જાય છે. જો કે અતિશય ઠંડી અને હિમવર્ષા સહિતના કારણે બ્રિટન સહિત યુરોપમાં કોરોનાના કેસ વધે તેવી શકયતા છે. બ્રિટનમાં 18થી44 વર્ષના વયમાં દર 24માંથી 1 વ્યક્તિ સંક્રમીત બન્યા છે અને આગામી દિવસોમાં હવે ક્રિસમસની ભીડ બાદ સંક્રમણ કઈ તરફ જાય છે તેના પર વિશ્વ આરોગ્ય સંસ્થાની નજર છે.