ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માટે ટાઈટલ સ્પોન્સર શોધી રહ્યું છે. આ માટે બીસીસીઆઈએ કડક શરતો સાથે માળખું તૈયાર કર્યું છે. આ વખતે, ચીની કંપનીઓ અથવા બ્રાન્ડ્સ IPL ટાઇટલ સ્પોન્સર માટે હરાજીમાં ભાગ લઈ શકશે નહીં. માત્ર ચાઈનીઝ જ નહીં, પરંતુ એવા દેશોની કંપનીઓ કે બ્રાન્ડ જેની સાથે ભારતના સારા સંબંધો નથી તેઓ IPL ટાઈટલ સ્પોન્સર બની શકશે નહીં.
ચીની કંપનીઓ સિવાય આ બ્રાન્ડ્સમાં પ્રવેશ નહીં
ક્રિકબઝના સમાચાર અનુસાર, IPL ટાઇટલ સ્પોન્સર માટે રિઝર્વ પ્રાઇસ 360 કરોડ રૂપિયા છે. આ સિવાય સટ્ટાબાજી, ફૅન્ટેસી ગેમ્સ, સ્પોર્ટસવેર, આલ્કોહોલ પ્રોડક્ટ્સ અને ક્રિપ્ટોકરન્સી સાથે સંબંધિત કંપનીઓ IPL ટાઇટલ સ્પોન્સર માટે હરાજીમાં ભાગ લઈ શકશે નહીં. જો આવી કંપનીઓ અથવા બ્રાન્ડ્સ સાથે કોઈ સીધું કનેક્શન ન હોય તો પણ BCCIએ આ કંપનીઓ અને બ્રાન્ડ્સ સામે કડક કાર્યવાહી કરી છે.
આગામી 5 વર્ષ માટે ટાઈટલ સ્પોન્સર રહેશે
જણાવી દઈએ કે ગત સિઝન સુધી ટાટા આઈપીએલ ટાઈટલ સ્પોન્સર હતા. પરંતુ હવે આ કોન્ટ્રાક્ટ ખતમ થઈ ગયો છે. જોકે, BCCI ટાઈટલ સ્પોન્સરની શોધમાં છે. આગામી 5 વર્ષ સુધી IPLનો ટાઈટલ સ્પોન્સર રહેશે. એટલે કે, આ કરાર IPL 2024થી લાગુ થશે અને IPL 2028 સુધી ચાલશે. આ માટે BCCIએ વાર્ષિક 360 કરોડ રૂપિયાની અનામત કિંમત નક્કી કરી છે. નોંધનીય છે કે Vivo જેવી ચીની કંપની IPLની ટાઈટલ સ્પોન્સર રહી છે, પરંતુ હવે ચીની કંપનીઓ કે બ્રાન્ડ્સ માટે IPL ટાઈટલ સ્પોન્સર બનવાનો રસ્તો બંધ થઈ ગયો છે. આ માટે બીસીસીઆઈએ કડક શરતો સાથે તેની ગાઈડલાઈન તૈયાર કરી છે.