ઉત્તર પ્રદેશના કાનપુરમાં એક મુસ્લિમ મહિલાનું કહેવું છે કે જ્યારે તેણે બુરખા પર ભગવા રંગનો સ્ટોલ પહેરવાને લઇને પરિવારે અને મુસ્લિમ સમાજના કેટલાક લોકો દ્વારા તેની હેરાનગતિ અને તેને અપમાનિત કરવામાં આવી છે. નકાબ ઉપર કેસરી દુપટ્ટો પહેરીને પોલીસ કમિશનરની ઓફિસ પહોંચેલી મહિલાએ પત્રકારોને જણાવ્યું હતું કે, ‘હું સતામણી અને મિલકતના વિવાદની ફરિયાદ લઇને મુખ્યમંત્રીને મળવા ગઈ હતી. ઘણા લોકોએ મને કહ્યું કે હું હવે હિંદુ છું અને તેથી શરિયા કાયદા મુજબ હું કોઈપણ સહાય માટે પાત્ર નથી.
મૂળગંજ વિસ્તારની પીડિતાએ 23 ડિસેમ્બરે કેસરી ખેસ પહેરીને મુખ્યમંત્રીને તેની સમસ્યા વિશે જાણ કરી હતી. તેણે કહ્યું હતું કે મિલકતના વિવાદને કારણે તેનો ભાઈ તેને ઘરમાંથી કાઢી મૂકવા માંગતો હતો.જો કે મહિલાએ આ અંગે અધિકારીઓને જાણ કરી હતી. ત્યારબાદ, મહિલા સીએમ યોગી આદિત્યનાથને મળી હતી. ત્યારબાદ પોલીસે દરમિયાન ગીરી કરી હતી.
તો આ તરફ મુખ્યમંત્રી સાથેની તેમની મુલાકાતની તસ્વીર વાયરલ થતાં મુસ્લિમ મહિલા મુશ્કેલીમાં મુકાયા છે. તેના ભાઈઓએ તેને ખાવાનું આપવાનું બંધ કરી દીધું. એટલુ જ નહિ તેના ભાઈઓએ તેને માર મારીને ઘરમાંથી કાઢી મુકી હતી અને તે હાલમાં તેની માતા સાથે રહે છે. ઘટના બાદ તેણે જમીયત ઉલેમા-એ-હિંદના રાષ્ટ્રીય અધ્યક્ષને મળીને મદદ માંગી હતી. જો કે તેમણે કહ્યુ કે આ સ્થાનિક મામલો હોવાથી ત્યાંના મોલવી સાથે વાત કરે..પરંતુ આ તરફ શહેરના મૌલવી અબ્દુલ કુદ્દુસ હાજીએ મહિલાને ભગવો સ્ટોલ ઓઠવા બદલ અને મુખ્યમંત્રીને મળ્યા બાદ તેણે હિન્દુ ધર્મ અપનાવ્યો હોવાનું કહી મદદ માટે ના પાડી દિધી હતી.