વિદેશ મંત્રી એસ જયશંકરે એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે, પાકિસ્તાન હંમેશા ભારતને વાતચીતના ટેબલ પર લાવવા માટે આતંકવાદનો મુદ્દો ઉઠાવે છે. જ્યારે તેની પોતાની મુખ્ય નીતિ આતંકવાદ રહી છે.તેમણે કહ્યું કે ભારતે હવે આ રમતનો જવાબ આપવાનું બંધ કરી દીધું છે. જયશંકરે કહ્યું, ‘પાકિસ્તાન ભારત પર વાતચીત માટે દબાણ બનાવવા માટે લાંબા સમયથી સીમા પાર આતંકવાદનો ઉપયોગ કરી રહ્યું છે.
વિદેશમંત્રી જયશંકરે એમ પણ કહ્યુ કે પાકિસ્તાન અવારનવાર નાપાક હેતુઓ માટે સરહદ પારથી આતંકવાદીઓને ભારતમાં મોકલે છે. એવું નથી કે અમે અમારા પાડોશી સાથે વાતચીત નહીં કરીએ. પરંતુ તેમણે (પાકિસ્તાને) જે શરતો આગળ મૂકી છે તેના આધારે અમે વાટાઘાટો કરીશું નહીં. જેમાં આતંકવાદની પ્રેક્ટિસને વાટાઘાટના ટેબલ પર લાવવા માટે કાયદેસર અને અસરકારક માનવામાં આવે છે.
તો આ તરફ વિદેશમંત્રીએ ચીન માટે વાત કરતા કહ્યુ કે ભારતે પરસ્પર સન્માન, સંવેદનશીલતા અને સામાન્ય હિતોના આધારે ચીન સાથે સંબંધો સ્થાપિત કરવાની જરૂર છે. તેમણે ચીનની આક્રમકતાનો સામનો કરવા માટે ભારતના અભિગમમાં ફેરફારની વાત કરી હતી. તેમણે પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ દ્વારા ચીનને લઈને બનાવવામાં આવેલી નીતિઓની પણ ટીકા કરી હતી. જ્યારે તેમને ચીનની ‘માઈન્ડ ગેમ્સ’ વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું, ‘મને નથી લાગતું કે આપણે હાર્યા છીએ પરંતુ જુદા જુદા સમયે જ્યારે આપણે ભૂતકાળના ભાગો વિશે વાત કરીએ છીએ, ત્યારે તેને સમજવું ખૂબ મુશ્કેલ છે.