ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ અયોધ્યાના ભવ્ય શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઇને ધમકી આપી છે. તેમણે ભારતીય મુસ્લિમોને ઉશ્કેરતા રામ મંદિર ઉદ્ઘાટન સમારોહનો વિરોધ કરવાનું પણ આહ્વાન કર્યું હતું. પોતાની ધમકીઓમાં તેણે રામ મંદિર વિરુદ્ધ ખુબ જ ઝેર ઓક્યું છે. પન્નુએ એક વિડિયોમાં 22 જાન્યુઆરીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા અમૃતસરથી અયોધ્યા સુધીના એરપોર્ટને બંધ કરવાની હાકલ પણ કરી હતી.
ઉલ્લેખનીય છે કે ગુરપતવંત સિંહ પન્નુ આતંકવાદી સંગઠન શીખ ફોર જસ્ટિસના નેતા છે. જે સમગ્ર વિશ્વમાં ખાલિસ્તાન માટે કહેવાતા સમર્થકો ઉભા કરે છે. તેની પાસે કેનેડા અને યુનાઇટેડ સ્ટેટ્સની બેવડી નાગરિકતા પણ છે.
પન્નુએ ઝેર ઓક્તા કહ્યુ કે હવે સમય આવી ગયો છે. મુસ્લિમો, તમે ભારતમાંથી એક દેશને ઉર્દૂસ્તાન બનાવી દો. એટલુ જ નહિ પન્નુએ કહ્યુ કે રામમંદિરના પ્રાણપ્રતિષ્ઠાનો ઉત્સાહ વિશ્વભરમાં જોવા મળવાનો છે. તે વખતે વિશ્વમાં તેણે મુસ્લિમોને તેનો વિરોધ કરવા ભડકાવ્યા છે. તો આ તરફ પન્નુએ રામ મંદિર વિરુદ્ધ મુસ્લિમોને ઉશ્કેર્યા છે. તેણે કહ્યુ “22 જાન્યુઆરીએ મુસ્લિમો વિરુદ્ધ મોદીનું ઓપરેશન બ્લુસ્ટાર છે.
ઉલ્લેખનીય છે કે ” ઓપરેશન બ્લુસ્ટાર ખાલિસ્તાની આતંકવાદીઓથી અમૃતસરના સુવર્ણ મંદિરને ખાલી કરાવવાનું ઓપરેશન હતું. તે 1 જૂન 1984 ના રોજ શરૂ કરવામાં આવ્યું હતું, જે 8 જૂન 1984 સુધી ચાલ્યું હતું. આ ઓપરેશનમાં ભારતીય સેનાએ ખાલિસ્તાની આતંકવાદી જનરલ સિંહ ભીંડારવાલાને ઠાર માર્યો હતો. પન્નુ આ ભીંડારવાલાને પોતાનો આદર્શ ગણાવે છે અને અલગ ખાલિસ્તાનની માંગ કરે છે.પન્નુ ભારતનો વોન્ટેડ આતંકવાદી છે