પ્રશ્ચિમ બંગાળમાં ખુબ જ અમાનવીય ઘટના બની છે. યુપીના ત્રણ સાધુઓ પર હુમલો કરવામાં આવ્યો છે. બંગાળમાં પાલઘર જેવી ઘટના પ્રકાશમાં આવી છે. એક વિશાળ ભીડે ઉત્તર પ્રદેશના ત્રણ સાધુઓને બાળક ઉપાડી જનાર સમજીને નિર્દયતાથી માર માર્યો હતો. આ મામલો પુરુલિયા જિલ્લાનો છે. આ ઘટનાનો 30 સેકન્ડનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયો વાયરલ થયા બાદ ભારતીય જનતા પાર્ટીએ પશ્ચિમ બંગાળની મમતા બેનર્જીની સરકાર પર પ્રહારો કર્યા છે. આ ત્રણેય સાધુઓ ગંગાસાગરના મેળામાં જઈ રહ્યા હતા. ત્યારે ટોળાએ તેમને અપહરણકર્તા સમજીને નિર્દયતાથી માર માર્યો હતો.
ત્યારે આ ઘટનાને લઇ રાજકીય ખળભળાટ મચી ગયો છે. ત્યારે હવે આ ઘટનાને લઇ નિવેદનો આવી રહ્યા છે. આ મુદ્દે ભાજપ પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી પર પ્રહારો કરી રહી છે. જ્યારે રામ જન્મભૂમિ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે પણ બંગાળના સીએમ પર નિશાન સાધ્યું છે અને કહ્યું છે કે તેઓ મમતા બેનર્જી નહીં પરંતુ મુમતાઝ ખાન છે. તેમની દ્રષ્ટિ મુસ્લિમો તરફ છે. મોટાભાગની ઘટનાઓ ત્યાં જ બને છે.
સત્યેન્દ્ર દાસે કહ્યું, જ્યારે હિંદુઓ રામ નવમીની શોભાયાત્રા કાઢે છે. ત્યારે તેમના પર હુમલો કરવામાં આવે છે. જ્યારે દુર્ગા માતાના અનુષ્ઠાન અને પંડાલનું આયોજન કરવામાં આવે છે. ત્યારે તેનો વિરોધ થાય છે. આ રીતે જે પણ ધાર્મિક કાર્યક્રમો યોજાય છે. તેનો વિરોધ અને હુમલા કરવામાં આવે છે. કારણ કે બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ વિરોધી છે. મમતા બેનર્જી રામ નવમી, દુર્ગા પૂજા, ગમે તેવી ધાર્મિક વિધિઓ હોય તે હિંદુઓના દરેક તહેવારને નકારી કાઢે છે.
તો આ તરફ બીજેપી સાંસદ લોકેટ ચેટર્જીએ કહ્યું કે તેઓ પુરુલિયાની ઘટનાથી નારાજ છે. તેમણે ટ્વિટર પર લખ્યું, “ગંગાસાગર જઈ રહેલા સાધુઓ પર નિર્દયતાથી હુમલો કરવામાં આવ્યો, જે ટીએમસીની સરકારમાં બગડતી સુરક્ષાનો ચોંકાવનારો પુરાવો છે. મમતાનું શાસન શાહજહાં શેખ જેવા આતંકવાદીઓને રક્ષણ આપે છે, જ્યારે સાધુઓને ક્રૂર ટોળાનો સામનો કરવો પડે છે.