કેન્દ્રીય રાજ્ય મંત્રી સાધ્વી નિરંજન જ્યોતિના અપહરણના નિષ્ફળ પ્રયાસ બદલ એક યુવકની ધરપકડ કરવામાં આવી છે. મંત્રી નિરંજન જ્યોતિના ડ્રાઈવર ચેતરામે આરોપી વિરુદ્ધ હત્યાના પ્રયાસનો કેસ દાખલ કર્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના મંગળવારે જ્યારે સાધ્વી નિરંજન જ્યોતિ દિલ્હીથી લખનૌ પરત ફરી રહી હતીત્યારે બની હતી. લખનૌની બંથરા પોલીસે મંત્રીનું અપહરણ કરવાનો પ્રયાસ કરવા બદલ આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધ્યો છે.
કેન્દ્રીય રાજ્ય મંત્રી સાધ્વી નિરંજન જ્યોતિનું અપહરણ કરવાનો પ્રયાસ કરનાર યુવકની ધરપકડ
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, કેન્દ્રીય મંત્રી સાધ્વી નિરંજન જ્યોતિના ડ્રાઈવરે પોતાની ફરિયાદમાં દાવો કર્યો છે કે મંગળવારે જ્યારે તે મંત્રીને લેવા એરપોર્ટ જઈ રહ્યો હતો ત્યારે બંથરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નવા પ્રધાન ધાબા પાસે ચા પીવા માટે રોકાયો હતો. આ દરમિયાન આરોપી યુવક ત્યાં પહોંચી ગયો હતો અને કારમાં બેઠેલા ગનમેનને ધક્કો મારીને બહાર કાઢ્યો હતો અને કાર લઈને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ અન્ય સુરક્ષાકર્મીઓએ તેને ઘેરી લીધો, અને યુવકને પકડીને પોલીસને હવાલે કર્યો હતો. નિરંજનની ફરિયાદના આધારે આરોપી યુવકને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.