વડોદરામાં હરણી તળાવમાં થયેલ દર્દનાક દુર્ઘટનામાં બાળકો સહિત 14ના મોતની સંખ્યા પહોંચી, કરુણ ઘટનાને લઈને રાજ્ય આખું હચમચાવી ગયું,હાલ વડોદરાનું આખુ તંત્ર બનાવ સ્થળે છે,વધુમાં બનાવની કરુણતાને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ,ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગયા હતા. જ્યા કડક કાર્યવાહીના નિર્દેશ કર્યા છે. જેના ભાગરૂપે 5 આરોપીઓ સામે IPCની કલમ 304, 308 અને 337 હેઠળ ગુનો દાખલ કરાયો છે.