થોડા સમય પહેલા ચારણ અને ગઢવી સમાજને લઈને ટિપ્પણી કરનાર ગીગા ભમ્મર વિરુદ્ધ આખરે અમદાવાદ સાયબર ક્રાઇમમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદ નોંધાતા સાયબર ક્રાઇમે વધુ તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ ભાવનગર ખાતે ગત રોજ ગીગા ભમ્મર દ્વારા ચારણ-ગઢવી સમાજના માતાજી પર અપમાનજનક ટિપ્પણી કરી હતી. જેને લઈ ગઢવી સમાજમાં રોષ જોવા મળી રહ્યો હતો. તેમજ સમાજના આગેવાનો દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી. જે મામલે તળાજા ગઢવી સમાજ દ્વારા દાઠા પોલીસ મથકે ગીગા ભમ્મર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
વિવાદ મામલે અમદાવાદ સાયબર ક્રાઈમમાં પણ ગીગા ભમ્મર વિરૂદ્ધ કલમ 153 (ક), 295 (અ), 505 (2) સહિતનો ગુનો દાખલ કરાયો હતો. તેમજ રાજ્યનાં અનેક પોલીસ સ્ટેશનમાં ગીગા ભમ્મરનો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. જેના અંગે હવે અમદાવાદ સાયબર ક્રાઈમ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.