ઉત્તરાખંડના હલ્દવાનીના બાનભૂલપુરામાં 8 ફેબ્રુઆરીએ થયેલી હિંસાના માસ્ટરમાઇન્ડ અબ્દુલ મલિકની ધરપકડ કરવામાં આવી છે. આરોપી અબ્દુલ મલિકના વકીલ અજય બહુગુણા અને શલભ પાંડેએ દાવો કર્યો છે કે ઉત્તરાખંડ પોલીસે અબ્દુલ મલિકની દિલ્હીથી ધરપકડ કરી છે. જણાવી દઈએ કે, 8 ફેબ્રુઆરીએ હલ્દવાનીમાં બાનભૂલપુરા હિંસા બાદ આરોપી અબ્દુલ મલિક ફરાર છે. હલ્દવાની હિંસાના માસ્ટરમાઈન્ડ અબ્દુલ મલિકની ધરપકડ બાદ, હલ્દવાની એડીજે ફર્સ્ટની સેશન કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરવામાં આવી છે. અબ્દુલ મલિકના વકીલે આ આગોતરા જામીન અરજી દાખલ કરી છે. જણાવી દઈએ કે, આગોતરા જામીન અરજી પર 27 ફેબ્રુઆરીએ કોર્ટમાં સુનાવણી થશે.