ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની 26 ફેબ્રુઆરીના રોજ લંડનની હોસ્પિટલમાં એડીની સફળ સર્જરી કરવામાં આવી,મોહમ્મદ શમીએ તેના સોશિયલ મીડિયા પર ફોટો પોસ્ટ કરીને માહિતી આપી, મોહમ્મદ શમીએ ગયા વર્ષે ટીમ ઈન્ડિયા માટે ODI વર્લ્ડ કપ રમ્યો હતો, જે બાદ તે ઈજાના કારણે ક્રિકેટ રમી શક્યો નહોતો.મોહમ્મદ શમીએ સોશિયલ મીડિયા પર ફોટા પોસ્ટ કરીને લખ્યું, મારી એડીનું સફળ ઓપરેશન થયા બાદ રિકવરી થવામાં થોડો સમય લાગશે,હું મારા પગ પર ઊભો થવા અને જલદી બોલિંગ કરવા માટે ઉત્સાહિત છું.