ચેન્નાઈ નજીક ચેંગલપટ્ટુમાં એક મકાનમાં આગ લાગવાની ઘટનામાં એક પરિવારના ત્રણ બાળકોના મોત થયા છે, રાંધણ ગેસ લીક થવાને કારણે આગ લાગી હતી. આ ઘટનામાં બાળકોની માતાને પણ ગંભીર ઈજાઓ થઈ છે અને તેની કિલપૌક સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
લાઇટ ચાલુ થતાં જ ઘરમાં આગ લાગી હતી
પોલીસ અધિકારીએ જણાવ્યું કે ગેસ લીક થવાને કારણે આગ લાગી હોવાની શક્યતા છે. તેણે જણાવ્યું કે બિહારથી આવેલા આ પરિવાર પાસે ગેસનો ચૂલો હતો જે જમીન પર રાખવામાં આવ્યો હતો અને ઘરમાં કોઈ બારી નહોતી. અધિકારીએ જણાવ્યું કે મહિલા તેના ત્રણ બાળકો સાથે ગુરુવારે ચેંગલપટ્ટુ રેલ્વે સ્ટેશન નજીક તેના પતિને તેના કાર્યસ્થળ પર મળવા ગઈ હતી અને તે ત્યાંથી પરત આવી અને તેના ઘરની લાઇટ ચાલુ કરતા જ આગ ફાટી નીકળી.
પરિવારના ત્રણ બાળકોના મોત
“પડોશીઓએ તેમની ચીસો સાંભળી અને તેમને મદદ કરવા દોડ્યા અને ચારેયને ચેંગલપટ્ટુ સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા,”. બાળકોમાંથી એક સાત વર્ષનો અને બીજો પાંચ વર્ષનો હતો જ્યારે ત્રીજો બાળક તેનાથી પણ નાનો હતો. બાળકોની માતાને ચેંગલપટ્ટુ સરકારી હોસ્પિટલથી કિલપૌક સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં મોકલવામાં આવી હતી.