ઉત્તરપ્રદેશના ગાઝીપુરમાં એક મોટી દુર્ઘટના સર્જાઇ,ગાઝીપુર હાઇટેન્શન વાયર ચાલુ બસ પર પડતાં બસ આગની ઝપેટમાં આવી જેના કારણે અનેક લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યાં,અનેક લોકો ઇજાગ્રસ્ત થયા,ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આગને કાબુ મેળવી,ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતાં અધિકારીઓને રાહત અને બચાવ કામગીરી ઝડપથી હાથ ધરવા સૂચના આપી હતી.