કેફી દ્રવ્યો – ડ્રગ્સનું ટ્રાન્ઝીટ પોઈન્ટ બની ગયેલા સૌરાષ્ટ્ર ગુજરાતમાં વધુ એક વખત ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે. પોરબંદરના દરિયામાંથી 480 કરોડના ડ્રગ્સ સાથેની પાકિસ્તાની બોટ પકડી લેવામાં આવી હતી અને તેમાંથી છ શખ્સોની ધરપકડ કરવામાં આવી છેૅ.
નાર્કોટીક્સ કન્ટ્રોલ બ્યુરો તથા એટીએસ દ્વારા હાથ ધરાયેલા સંયુક્ત ઓપરેશનમાં ચોક્કસ બાતમીના આધારે પોરબંદરના દરિયામાં તલાશી અભિયાન હાથ ધરાયું હતું અને શંકાસ્પદ બોટને પીછો કરીને પકડી લેવામાં આવી હતી.
જેમાંથી 480 કરોડનું ડ્રગ્સ મળી આવ્યું હતું. આ ડ્રગ્સ સૌરાષ્ટ્રના કાંઠે જ ઉતારવાનું હતું કે કેમ અને કોને ડિલેવરી કરવાની હતી સહિતના મુદ્દે તપાસનો દૌર શરૂ કરવામાં આવ્યો છે.