ભારતીય ટીમના ફાસ્ટ બોલર્સ મોહમ્મદ શમીએ સર્જરી બાદ પોતાની હેલ્થ અપડેટ આપી છે,મોહમ્મદ શમીએ સોશિયલ મીડિયા પોસ્ટના માધ્યમથી પોતાની રિકવરી વિશે જણાવ્યું તેણે પોતાની એડીની તસવીર પણ ચાહકો સાથે શેર કરી,હું તમને મારી રિકવરીની પ્રગતિ વિશે જણાવવા માંગુ છું,મારી સર્જરીને 15 દિવસ થઇ ગયા છે અને મારા ટાંકા તાજેતરમાં દૂર કરવામાં આવ્યા છે, મેં કરેલી પ્રગતિ માટે હું આભારી છું, હવે હું મારી સારવારના આગલાં સ્ટેજની ક્રિકેટ રમવા રાહ જોઈ રહ્યો છું.