પૂર્વ ભારતીય ક્રિકેટર મોહમ્મદ કૈફે વર્લ્ડ કપ 2023 ફાઈનલની પિચને લઈને મોટો ખુલાસો કર્યો,વર્લ્ડ કપ 2023 ફાઇનલ મેચ હારવા માટે કેપ્ટન રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડને જવાબદાર ઠેરવ્યા છે,મોહમ્મદ કૈફએ કહ્યું ઓસ્ટ્રેલિયા પાસે વર્લ્ડ કપમાં પેટ કમિન્સ અને મિચેલ સ્ટાર્ક જેવા ફાસ્ટ બોલર હતા,જેના કારણે ટીમ ઈન્ડિયાએ પીચ ધીમી કરી અને આ ભૂલ ભારતને મોંઘી પડી,વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં ભારતીય ટીમ રેડ હોટ ફોર્મમાં હતી.,ફાઈનલ પહેલા ટીમ ઈન્ડિયાએ તમામ મેચ જીતી લીધી હતી,પરંતુ ખિતાબની લડાઈમાં કાંગારૂઓએ તેમને ટૂર્નામેન્ટની પ્રથમ અને સૌથી મોટી હાર આપી.