રાજધાની દિલ્હીમાં બાબા સાહેબ આંબેડકર મેડિકલ કોલેજની 13 મહિલા MBBS વિદ્યાર્થીઓએ આસિસ્ટન્ટ પ્રોફેસર સલીમ શેખ પર શારીરિક શોષણ અને જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. આ બાબતે લોકોમાં ભારે રોષ અને નારાજગી જોવા મળી રહી છે. મેડિકલ કોલેજની બહાર વિદ્યાર્થીઓએ યૌન શોષણ વિરુદ્ધ પ્રદર્શન કર્યું. હાલ વહીવટીતંત્ર સાથે વાતચીત ચાલી રહી છે. મેડિકલ કોલેજના વડા ઈશ્વર સિંહનું કહેવું છે કે આવો કોઈ કેસ નથી. આંબેડકર કોલેજ સંલગ્ન મેડિકલ કોલેજના એક આસિસ્ટન્ટ પ્રોફેસર પર મેડિકલ સ્ટુડન્ટ્સે યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. કોલેજની બહાર દેખાવો થઈ રહ્યા છે જેના માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.